GSTV
AGRICULTURE India News Trending

ખેડૂત આંદોલન/ પંજાબ અને હરિયાણામાં CBI દરોડા, 50 અનાજના ગોડાઉનો પર સૌથી મોટી કાર્યવાહી

ખેડૂત આંદલન વચ્ચે CBI દ્વારા પંજાબ અને હરિયાણામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. CBI દ્વારા પંજાબ અને હરિયાણાના 50 ડેટલા અનાજના ગોદામો ઉપર કસાથે દરોડા પાડ્યા છે. પંજાબની અંદર 40 તો હરિયાણામાં 10 ગોદામો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. પંજાબ આ અત્યાર સુધીના સૌથી મોટા દરોડા છે.

CBIની કાર્યવાહી દરમ્યાન CRPF તૈનાત

પંજાબની અંદર ગુરુવારે મોડી રાત્રે CBIએ કાર્યવાહી કરી છે. મહત્વની વાત એ છે કે આ કાર્યવાહી દરમિયાન CRPFને પણ તહેનાત કરવામાં આવી હતી. CBIની ટીમો દ્વારા 2019-20 અને 2020-21ના વર્ષ દરમિયાન ઘઉં અને ચોખાની ખરીદીના સેમ્પલ લેવામાં આવ્યા છે. એફએસઆઇ, પેનગ્રન અને પંજાબ વેયરહાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડના તમામ ગોદામો ઉપર એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડ મેગા, ફાજિલ્કા અને પટ્ટી સહિતના અનેક વિસ્તારોમાં પડ્યા છે.

ખેડૂત આંદોલનને પગલે CBIની ટીમો અનાજનો સ્ટોક ચેક કરી રહી

આ તરફ હરિયાણાના સિરસામાં શુક્રવારે સવાર થતાની સાથે જ એફએસઆઇના ગોદામોની અંદર  CBI દરોડા પાડવા માટે પહોંચી હતી. CBIના અધિકારીઓએ ગોદામની અંદર આવતાની સાથે જ પોતાની કાર્યવાહી શરુ કરી હતી. CBI દ્વારા મંગાલા, પન્નીવાલા મોટા અને એલનાબાદ વિસ્તારમાં રેડ પાડવામાં આવી. એવી આશંકા બતાવવામાં આવી રહી છે કે દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પગલે CBIની ટીમો ઘઉં અને ચોખા સહિતના અનાજનો સ્ટોક ચેક કરી રહી છે.

READ ALSO

Related posts

Kajol Post/ કાજોલે સોશિયલ મીડિયાથી લીધો બ્રેક, પોસ્ટ શેર કરી જણાવ્યું કારણ

Siddhi Sheth

ભારતના 6 સૌથી સુંદર ગામો, જેને જોઈને તમને વસવાટ કરવાનું મન થશે, તેમને જોવા માટે દુનિયાભરમાંથી આવે છે લોકો

Hina Vaja

પાકિસ્તાનમાં ગધેડાઓ વધ્યા, અર્થવ્યવસ્થામાં માણસો કરતા વધુ છે યોગદાન!

Padma Patel
GSTV