GSTV
India News ટોપ સ્ટોરી

Breaking / સરકારી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ, 650થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

પંજાબમાં અમૃતસરની સરકારી મેડિકલ કોલેજમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ લાગતા જ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે બચાવકાર્યની કામગીરી ચાલુ છે. અત્યાર સુધી હોસ્પિટલમાંથી 650 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. આગ ક્યા કારણસર લાગી તેની માહિતી હજી પ્રાપ્ત થઈ નથી.

મળતી માહિતી મુજબ આગ એટલી ઝડપથી લાગી કે કોઈને બહાર નીકળવાની તક મળી ન હતી. હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

હોસ્પિટલ પાછળ આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પહેલા એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગી, પછી બીજામાં અને જોત-જાતોમાં આગનો ધુમાડો આખી હોસ્પિટલમાં ફેલાઈ ગયો, જેના કારણે દર્દીઓમાં ફફડાટ વ્યાપી ગયો અને તેઓ તેમના સ્વજનો સાથે બહાર રોડ તરફ દોડી ગયા.

હોસ્પિટલના વિવિધ વોર્ડમાં મોટી સંખ્યામાં દર્દીઓ હતા, જેઓ બહાર દોડી આવ્યા હતા અને રસ્તા પર સૂઈ ગયા હતા. દર્દીઓના જણાવ્યા મુજબ આગના ધુમાડાને કારણે તેમને શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો હતો, પરંતુ કોઈએ તેમની મદદ ન કરી અને તેમણે જાતે જ બહાર આવીને પોતાનો જીવ બચાવ્યો.

માહિતી બાદ ફાયર વિભાગ અને કેબિનેટ મંત્રી હરભજન સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાં સુધીમાં ઈમારત સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગઈ હતી. કેબિનેટ મંત્રી હરભજન સિંહે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

RBI મોનેટરી પોલિસી: સેન્ટ્રલ બેંકે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો

Padma Patel

ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાહુલ ગાંધીની મજાક ઉડાવતા કહ્યું: તેઓ માત્ર નામના જ ગાંધી છે અને અટકનો લાભ લઈ રહ્યા છે, નાથુરામ ગોડસે સાચો દેશભક્ત હતો 

Padma Patel

સિંધિયાએ કહ્યું: ભારતમાં પાંચ વર્ષમાં 200 એરપોર્ટ હશે; કંપનીઓ 1400 વધારાના એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપશે

Padma Patel
GSTV