GSTV

પંજાબથી આવેલી જાનનું દિલ્હીમાં સાળીની જગ્યાએ પોલીસે કર્યુ સ્વાગત, વરરાજાએ ઢીલા કરવા પડ્યા 2000 રૂપિયા

પંજાબથી દિલ્હી આવેલી એક જાન રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરે તે પહેલા જ પોલીસે તેમનું સ્વાગત કર્યુ હતું. કારમાં બેસીને આવેલા વરરાજા અને જાનૈયા દિલ્હીમાં ઘૂસતા જ પોલીસે તેમને કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરવાના કારણે બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ત્યારે આ દરમિયાન વરરાજા સતત દંડ ન ફટકારવા માટે આજીજી કરી રહ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, પંજાબથી વરરાજો જાન લઈને ઈનોવા કારમાં દિલ્હી પહોંચ્યો હતો. જાનને દિલ્હીના પાંડવ નગરમાં જવાનું હતું. ત્યારે એ જ સમયે ગીતા કોલોની એસડીએમ ઓફિસની બાજૂના વિભાગની નજર કાર પર પડી, આગળની સીટ પર બેઠેલા વરરાજાએ માસ્ક લગાવ્યુ નહોતું. તો વળી પાછળની સીટ પર ત્રણ લોકોની જગ્યા હોય છે, જો કે, ત્યાં ચાર મહિલાઓ બેઠી હતી. તેમણે પણ માસ્ક નહોતા લગાવ્યા.

આ ગાડીને રોકીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવા અને માસ્ક ન લગાવવાને લઈને વરરાજાને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, દંડ ફટકારતી વખતે વરરાજા અને જાનૈયાઓ આજીજી કરવા લાગ્યા હતા. જો કે, દંડ ફટકાર્યા બાદ વરરાજાએ મોઢા પર રૂમાલ બાંધી લીધો હતો.

આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં માસ્ક ન લગાવવા પર બે હજાર રૂપિયાનો દંડ લાગે છે. પહેલા આ માટે 500 રૂપિયાનો ચાર્જ હતો. ત્યારે હવે કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને લોકોની બેજબદારીને જોતા દિલ્હી સરકારે દંડની રકમ વધારી દીધી છે. મુખ્યમંત્રીએ પણ લોકોને માસ્ક પહેરી રાખવાની ભલામણ કરી છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!