GSTV
Trending

PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે હવે એક્શનમાં આવી પંજાબ સરકાર, MHAને રિપોર્ટ મોકલ્યો

ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ખરાબ હવામાન અને કિસાન આંદોલનને કારણે PMનો કાફલો ફિરોઝપુરની મુલાકાત દરમિયાન લગભગ 20 મિનિટ સુધી હાઈવે પર ફસાય ગયો હતો. આ બાબતને PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખામી ગણીને સુપ્રીમ કોર્ટે તમામ પાસાઓની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.

PM

હવે આ મામલે તપાસ ઝડપથી આગળ વધી છે. પંજાબ સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)ને આ મામલે વચગાળાનો રિપોર્ટ મોકલ્યો છે. પંજાબના મુખ્ય સચિવ દ્વારા મોકલવામાં આવેલા આ રિપોર્ટમાં દોષિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે લેવામાં આવેલા તમામ પગલાંની માહિતી ગૃહ મંત્રાલયને આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તમામ પાસાઓની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. કમિટીએ આ કેસમાં પંજાબના તત્કાલિન મુખ્ય સચિવ અને ડીજીપી સહિત 9 અધિકારીઓને દોષિત ઠેરવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રાલયના રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેના આધારે આગળની કાર્યવાહી માટે રાજ્ય સરકારે અધિકારીઓની એક સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે જે પંજાબના 9 દોષિત અધિકારીઓને નોટિસ ફટકારશે અને જવાબ માંગશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સમિતિને દોષિત ઠેરવેલા અધિકારીઓને બોલાવવાનો અધિકાર રહેશે. દોષિત અધિકારીઓના જવાબ બાદ તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવશે. મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆના જણાવ્યા પ્રમાણે ગૃહ મંત્રાલય પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. વચગાળાનો રિપોર્ટ મંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે. આ વચગાળાના અહેવાલમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવનાર તમામ પગલાંની માહિતી આપવામાં આવી છે.

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV