GSTV

ખુશખબર/ ઓલિમ્પિકમાં હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર આ 8 ખેલાડીઓને સરકાર આપશે એક કરોડ રૂપિયા, કરી મોટી જાહેરાત

Last Updated on August 5, 2021 by Zainul Ansari

ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચતા પંજાબ સરકારે મોટી જાહેરાત કરી હતી. પંજાબ સરકારે જાહેરાત કરી કે, ઓલિમ્પિક ટીમમાં રહેલા પંજાબના તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર 1 કરોડ રૂપિયા આપશે.

પંજાબના રમત મંત્રી રાણા ગુરમીત સિંહ સોઢીએ ટ્વિટ કરી હતી કે,‘ભારતીય હોકી ટીમના ઐતિહાસિક દિવસે મને આ જાહેરાત કરતા આનંદ થાય છે કે, ટીમમાં સામેલ પંજાબના તમામ ખેલાડીઓને 1 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપવામા આવશે. અમે ખેલાડીઓ પરત આવે તેની રાહ જોઈ રહ્યાં છીએ. અમે સાથે ઓલિમ્પિક મેડલ મેળવ્યાની ઉજવણી કરીશું.’

કેપ્ટન મનપ્રિત સિંહ સહિત પંજાબના 8 ખેલાડીઓ ભારતીય પુરુષ હોકી ટીમના સભ્ય છે. પંજાબના અન્ય ખેલાડીઓમાં હરમનપ્રિત સિંહ, રૂપિંદર પાલ સિંહ, હાર્દિક સિંહ, શમસેર સિંહ, દિલપ્રીત સિંહ, ગુરજંત સિંહ અને મનદીપ સિહ સામેલ છે. બીજી તરફ હરિયાણા સરકારે ભારતીય પુરુષ હોકી ટીમમાં રહેલા રાજ્યના 2 ખેલાડીઓને અઢી- અઢી કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

રવિ દહિયાએ ઓલિમ્પિકમાં ભારત માટે કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો છે. તે ગુરુવારે સાંજે ચાલી રહેલી ગોલ્ડ મેડલ મુકાબલામાં રશિયન કુસ્તીબાજને હરાવી શક્યા ન હતા, પરંતુ તે સિલ્વર સાથે ભારત પરત ફરી રહ્યા છે. ભારત અને રવિ દહિયા માટે આ એક મોટી સિદ્ધિ છે.

રવિ દહિયાએ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને મેડલ જીત્યા બાદ પરત ફરી રહ્યા છે. રવિ દહિયા ભલે ગોલ્ડ મેડલ ન મેળવી શક્યા, પરંતુ તેમણે કુસ્તીમાં સુશીલ કુમારના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 2008ની બીજિંગ ઓલિમ્પિકથી જ ભારત કુસ્તીમાં સતત મેડલ જીતી રહ્યું છે. તેમના પહેલા 2012માં લંડન ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારા કુસ્તીબાજ સુશીલ કુમારે આ સિધ્ધી પ્રાપ્ત કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ રવિ દહિયાને ઓલિમ્પિકમાં જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘રવિ કુમાર દહિયા એક ઉત્તમ કુસ્તીબાજ છે. તેમની ફાઇટિંગ સ્પિરિટનો કોઈ જવાબ નથી. તેમને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા માટે શુભકામનાઓ. ભારતને તેમની શાનદાર સિદ્ધિ પર ગર્વ છે.

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!