GSTV

કૃષિબિલના વિરોધમાં આજથી ખેડૂતોનું રેલ રોકો આંદોલન શરૂ : ઘણી ટ્રેનો કેન્સલ, મોદી સરકારની વધી મુશ્કેલી

કૃષિ બીલોના વિરોધમાં કિસાન મજૂર સંઘર્ષ સમિતિએ 24 થી 26 સપ્ટેમ્બર વચ્ચે રેલ રોકો આંદોલન કરવાની હાકલ કરી છે. આજથી આ આંદોલન શરૂ થઈ રહ્યું છે. સમિતિના જનરલ સેક્રેટરી સર્વનસિંઘ પાંધરે કહ્યું, “અમે રાજ્યમાં કૃષિ સંબંધિત બીલો સામે ‘રેલ રોકો’ આંદોલન કરવાનું નક્કી કર્યું છે.” પ્રદર્શનને જોતાં ઘણી ટ્રેનોને રદ કરવામાં આવી છે.

પંજાબમાં વિવિધ કૃષિ સંગઠનો આ બિલનો કરી રહ્યાં છે વિરોધ

પંજાબના વિવિધ કૃષિ સંગઠનો આ બિલના વિરોધમાં 25 સપ્ટેમ્બરના રોજ ‘બંધ’ ની ઘોષણા કરી ચૂક્યા છે. ગૃહના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા ત્રણ બિલમાં કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ કરાર, આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) બિલનો સમાવેશ થાય છે. તે જ સમયે, 31 ખેડૂત સંગઠનોએ 25 સપ્ટેમ્બરના રોજ પંજાબ બંધ માટે એકઠા થવા સંમત થયા છે. આ સંદર્ભે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા બેઠક મળી હતી. ક્રાંતિકારી કિસાન યુનિયનના પ્રમુખ દર્શન પાલે કહ્યું કે, જે લોકોએ પંજાબ બંધને સમર્થન આપ્યું છે, તેમાં મુખ્યત્વે ભારતી કિસાન યુનિયન (ક્રાંતિ), કીર્તિ કિસાન યુનિયન, ભારતી કિસાન યુનિયન (એકતા ઉગ્રહાન), ભકીઉ (દોઆબા), ભકીઉ (લખોવાલ) અને ભકિયુ (કાદિયન) વગેરે સંસ્થાઓ શામેલ છે.

વડા પ્રધાને આપી છે આ ખાતરી

કેન્દ્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ખાતરી આપી હતી કે આ ‘ખૂબ ઐતિહાસિક’ બીલથી ખેડૂતોને ફાયદો થશે. આ કાયદા એવા મધ્યસ્થીઓને દૂર કરશે જેઓ ખેડૂતોનું શોષણ કરે છે અને તેઓ તેમના ઉત્પાદનને સીધા વેચી શકે છે. દરમિયાન, પંજાબમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકારે આ બીલોને સંઘીય બંધારણ પર ‘ઘાતક હુમલો’ ગણાવ્યો છે.

Related posts

મેહબૂબા મુફ્તીના ઘરે ગુપકાર બેઠક: ફારૂક અબ્દુલ્લાએ કહ્યું: ભાજપના વિરોધમાં હોવાનો અર્થ રાષ્ટ્ર વિરોધી નથી

pratik shah

મિર્જાપુર વેબ સિરીઝના વિરોધમાં ઉતર્યા ભાજપ સાંસદ અનુપ્રિયા, જિલ્લાને બદનામ કરવાનો લગાવ્યો આરોપ

Pravin Makwana

આરજેડીના ઘોષણાપત્રને ભાજપે ગણાવ્યો જુઠ્ઠો: નિત્યાનંદરાય બોલ્યા તેજસ્વી પાસે નથી વિઝન, મનોજ તિવારીના કોંગ્રેસ પર પ્રહાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!