GSTV

52 દિવસથી પંજાબમાં કિસાન કાનૂનનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ લીધો મોટો નિર્ણય

પંજાબમાં કિસાન કાનૂનનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનથી વિતેલા 52 દિવસથી ઠપ રેલવેને 15 દિવસ ચાલુ કરવા માટે ખેડૂતોએ રાજી થઇ ગયા છે. શરતોને આધિન ખેડૂતોએ માત્ર 15 દિવસ માટે જ રેલ રોકો અભિયાન બંધ કરવાની તૈયારી બતાવી હતી. જોકે તેમની શરત મુજબ 15 દિવસમાં તેમના હકમાં નિર્ણય ન આવ્યો તો અભિયાન ફરી શરુ કરાશે.

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂતો સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણયનું એલાન કરવામાં આવ્યું હતુ.. જે પછી પંજાબ સીએમએ નિર્ણયનું સ્વાગત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી કેન્દ્ર સરકારને પંજાબ માટે રેલવે સેવાઓ ફરી શરૂ કરવા માટે આગ્રહ કર્યો હતો. આ બેઠકમાં ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ જે 24 સપ્ટેમ્બરથી અમૃતસરમાં રેલવે ટ્રેક પર બેઠી હતી, ભાગ લીધો ન હતો. તેમનુ કહેવુ હતું કે અમારા પહેલાના નિર્ણય પ્રમાણે ટ્રેન નહીં ચાલવા દઇએ.

READ ALSO

Related posts

જિલ્લા રજીસ્ટારે વિપુલ ચૌધરીને નોટિસ ફટકારી કહ્યું, તમારૂ સભ્ય કેમ રદ કરવામાં ન આવે

Nilesh Jethva

મંગળગીતની જગ્યાએ થયો કાળો દેકારો/ જાનૈયા ભરેલુ ટ્રેક્ટર નાળામાં ખાબક્યું, વરરાજો-માતા સહિત 6 લોકોના મોત

Pravin Makwana

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!