GSTV

ગુજરાતની કોપી કરી પંજાબે : તમામ શહેરોમાં આજથી લાગુ થશે રાત્રિ કરફ્યું, માસ્કનો દંડ કરી દીધો ડબલ

Last Updated on November 25, 2020 by pratik shah

દિલ્હી એનસીઆરમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને જોતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે બુધવારે રાજ્યમાં નવા પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. તમામ શહેરો અને વિસ્તારોમાં ફરી એકવાર નાઈટ કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ 1 ડિસેમ્બરથી માસ્ક ન પહેરનારને અથવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર પર બમણો દંડ વસુલ કરવામાં આવશે.

પંજાબ રાત્રી કરફ્યુ

10 વાગ્યાથી રાત્રી કરફ્યુ

પંજાબના તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને મેરેજ પાર્ટી પ્લોટ્સ રાત્રે 9.30 વાગે બંધ થઇ જશે. રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ લાગુ રહેશે. પંજાબ સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે કોરોના પ્રોટોકોલનું પાલન કરનારને હવે 500 રૂપિયાને બદલે હવે 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. નાઈટ કરફ્યુની 15 ડિસેમ્બરના રોજ સમીક્ષા કરવામાં આવશે.

સીએમએ મુખ્ય સચિવને આપ્યા આદેશ

પંજાબમાં દિલ્હીના દર્દીઓના પ્રવાહને જોતા રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં બેડ ઉપ્લબ્ધતાની સમીક્ષા અને અનુકૂલન કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ વિની મહાજનને સંબંધિત વિભાગો સાથે કામ કરવા કહ્યું છે જેથી કોરોના માટે વધુ ખાનગી હોસ્પિટલોની મદદ લઇ શકાય.

જિલ્લાઓની સતત દેખરેખ રાખવાના આદેશ

ઓક્સિજન અને આઇસીયુ બેડની ઉપલબ્ધતાને વધુ મજબૂત કરવા માટે સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે એલ 2 અને એલ 3ને વધુ મજબૂત કરવાના આદેશ આપ્યા છે. સાથે જ એ જિલ્લાઓની સતત દેખરેખ રાખવાના આદેશ આપ્યા છે જ્યાં એલ 3 સુવિધાઓ નહિ.

મેડિકલ સ્ટુડન્ટ્સની મદદ લેવા સૂચના

મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષા વિભાગોને નિષ્ણાતો, ઉચ્ચ-નિષ્ણાતો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફની આપાતકાલીન ભરતી કરવાની સૂચનાઓ પણ આપી છે. 249 નિષ્ણાંત ડોક્ટર્સ અને 407 તબીબી અધિકારીઓની ભરતી કરવામાં આવશે. વિભાગોથી એમ પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આવશ્યકતા ઉભી થતા 4થા અને 5માં વર્ષના એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આજથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana

બધા નમૂના એક જ પાર્ટીમાં ભર્યા છે: ભાજપના એક મંત્રીએ વધતી મોંઘવારી માટે નહેરૂને જવાબદાર ગણાવ્યા

Pravin Makwana

BIG BREAKING / કંધાર એરપોર્ટ પર રોકેટ હુમલો, તમામ ફ્લાઇટો તત્કાલિક ધોરણે કરાઇ રદ્દ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!