GSTV

પંજાબ ચૂંટણી/ કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, ચમકૌર સાહિબથી ચૂંટણી લડશે ચરણજીત સિંહ ચન્ની, આ સીટ પરથી લડશે સિદ્ધુ

Last Updated on January 15, 2022 by Pravin Makwana

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીદી છે. કોંગ્રેસ પાર્ટીએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં ગુરૂવારે થયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પંજાબામા આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપી દીધું છે. આ લિસ્ટમાં 86 ઉમેદવારોના નામ શામેલ છે. પંજાબમાં 14 ફેબ્રુઆરી ચૂંટણી છે. જ્યારે મતની ગણતરી 10 માર્ચે થશે.

રાજ્યના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ફરી એક વાર ચમકૌર સાહિબ વિધાનસભા સીટથી ઉમેદવાર હશે. જ્યારે રાજ્ય કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી ચૂંટણી લડશે. તો વળી નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા પોતાની હાલની સીટ ડેરા બાબા નાનકથી ચૂંટણી લડશે.

સુનીલ જાખડના ભત્રીજા સંદીપ ઝાખડ અબોહરથી ટિકિટ

મની લોન્ડ્રીગ મામલામાં ઈડી દ્રારા ધરપકડ કરાયેલા સુખપાલ ખૈહરાને ભુલત્થથી કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. સુખપાલ ખૈહરા આમ આદમી પાર્ટીને છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને તે ભૂલત્થથી જ સિટિંગ એમએલએ છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસના કદ્દાવર હિન્દુ ને્તા સુનિલ ઝાખડના ભત્રીજા સંદીપ ઝાખડને અબોહરથી કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

સોનૂ સૂદની બહેનને મોગાથી મળી ટિકિટ

તો વળી પંજાબના માનસાથી આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્ય નિર્મલ સિંહ માનસાહિયાનું પત્તું કોંગ્રેસે કાપી નાખ્યું છે. માનસા સીટથી કોંગ્રેસે પંજાબી સિંગર અને હાલમાં જ પાર્ટીમાં જોડાયેલા સિદ્દધુ મૂસેવાલાને ટિકિટ આપી છે. પંજાબના મોગામાંથી સિટિગ કોંગ્રે્સ ધારાસભ્ય હરજોત કમલને ટિકિટ કાપીને એક્ટર સોનૂ સુદની બહેન માલવિકા સૂદને ટિકિટ આપી છે.

READ ALSO

Related posts

ગૌરવ / ગુજરાતમાં બન્યા જગતના સૌથી મોટા કોક ડ્રમ્સ : કામ કરશે દુનિયાના સામા છેડે આવેલા દેશમાં

pratik shah

Corona cases in Delhi : 24 કલાકમાં દિલ્હીમાં 43 મૃત્યુ, 12306 પોઝિટિવ

Vishvesh Dave

મોટા સમાચાર / જમ્મુ-કાશ્મીરમાં કોરોના કેસનો રેકોર્ડબ્રેક, 5992 નવા કેસ સાથે કોવિડનો કોપ યથાવત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!