GSTV

પંજાબમાં ગુજરાતવાળી / કેપ્ટન અમરિન્દરસિંહ સહીત સમગ્ર કેબિનેટનું લઈ લેવાયું રાજીનામું, હવે નવા સીએમ અને નવું મંત્રીમંડળ

Last Updated on September 18, 2021 by Karan

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે હવે ગુજરાતની જેમ પંજાબમાં પણ સીએમ બદલાઈ ગયા છે. આજે અમરિન્દરસિંહે રાજયપાલને રાજીનામું આપી દીધું છે. પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિધ્ધુ અને સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. જેમાં ફરી એક વખત 40 ધારાસભ્યોએ કેપ્ટન સામે પત્ર લખતાં સમગ્ર મામલો સોનિયા દરબારમાં પહોંચ્યો હતો. જેમાં સોનિયાએ સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે સીએમનું રાજીનામું લઈ લેવાશે. પંજાબમાં પણ રાહુલ ગાંધીએ ગુજરાતવાળી કરી છે. રૂપાણી સરકારની જેમ જ અમરિન્દરસિંહ પાસે થી સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું લઈ લેવાયું છે.

  • પંજાબના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું
  • અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
  • કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યપાલને આપ્યું રાજીનામું
  • આંતરિક નારાજગીને પગલે મુખ્યમંત્રીનું રાજીનામું
  • રાજભવન બહાર અમરિંદર સિંહ કરશે પ્રેસ કોન્ફરન્સ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શનિવારે કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યપાલ બનવારી પુરોહિતને મળવા માટે સમય માગીને પોતાનું રાજીનામું આપી દીધું હતું. મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર રવિન ઠુકરાલે કહ્યું કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના રાજ્યપાલને મળ્યા છે અને તેમના મંત્રીમંડળનું રાજીનામું સુપરત કર્યું છે. થોડા સમયમાં કેપ્ટન રાજભવનની બહાર મીડિયાને સંબોધિત કરશે.

પંજાબ સરકારમાં ઘણા સમયથી ચાલતા સખળડકળનો આજે અમરિન્દરસિંહના રાજીનામા સાથે નાટકીય વળાંક આવ્યો છે. આજનું રાજીનામું જોતા ત્યાં અમરિંદરના કોંગ્રેસમાં જ રહેલા વિરોધી નવજોત સિદ્ધુનો હાથ ઉપર રહ્યો હોય એવુ લાગે છે.

પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણ વધુ એક વખત ઉગ્ર બન્યું છે. 40 ધારાસભ્યોએ મોર્ચો ખોલ્યા પછી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું છે. તેઓ 20થી વધુ ધારાસભ્યો અને સાંસદો સાથે મળીને રાજભવન જઈને રાજીનામું ધરી દીધું છે.

બીજી તરફ કોંગ્રેસ પાસે આખા ભારતમાં બહુ ઓછા રાજ્યોમાં શાસન છે. એમાં પંજાબ અને રાજસ્થાન બે મજબૂત રાજ્યો છે કેમ કે ત્યાંના મુખ્યમંત્રીઓ મજબૂત છે. તે પૈકીના એક એવા અમરિન્દરને હટાવીને કોંગ્રેસ ક્યા પ્રકારનું નવસર્જન કરવા માંગે છે એ મોટો પ્રશ્ન છે.

મંત્રીમંડળે પણ રાજીનામું આપી દીધું છે. અમરિંદરસિંહના રાજીનામા પછી કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક સાંજે પાંચ વાગ્યે થશે માનવામાં આવી રહ્યું છે કે એમાં નવા નેતાની પસંદગી થઈ શકે છે.

પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે. કોંગ્રેસ 80 બેઠક સાથે 2017થી સત્તામાં છે. ત્યાં ભાજપ જેવા પક્ષનું ખાસ મહત્વ નથી. તેના બદલે ભાજપના સાથી રહેલા શિરોમણી અકાલી દળ વગેરે વિપક્ષમાં છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં 2017ની ચૂંટણી વખતે સારું એવુ પ્રદર્શન કરી 16 બેઠકો મેળવી હતી.

કેપ્ટન પંજાબની રાજનીતિના જૂના ખેલાડી છે. આ પહેલા તેઓ 2002થી 2007 સુધી પાંચ વર્ષની પુરી ટર્મ માટે મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. પંજાબમાં કોંગ્રેસ પાસે સત્તા છે, તેનો ઘણો શ્રેય અમરિન્દરને જાય છે.

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્ધુએ ટ્વિટ કરીને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના નિર્દેશ પર 18 સપ્ટેમ્બરે જ ધારાસભ્યોની બેઠક બોલાી છે. પંજાબ કોંગ્રેસના મહાસચિ પરગટ સિંહે સ્વીકાર્યું છેકે ધારાસભ્યોએ હાઈકમાન્ડને ચીઠ્ઠી લખી હતી. આ કોઈ અહંકારનો સવાલ નથી. ધારાસભ્યો લાંબા સમયથી બેઠકની માગ કરી રહ્યા હતા. જે અત્યાર સુધી થઈ નથી. પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણને પગલે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે કહ્યું કે જહાજ ડુબવા આવે ત્યારે હાલકડોલક વધુ કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!