GSTV
India News ટોપ સ્ટોરી

અમૃતપાલસિંહ વિરુદ્ધ પંજાબ સરકારે લગાવ્યો NSA, મુખ્યમંત્રી ભગવંત માને આપ્યું મોટું નિવેદનઃ માહોલ ખરાબ કરનારાને આપશે મુંહતોડ જવાબ

ભાગેડુ અમૃતપાલ સિંહને શોધવાના પ્રયાસો તેજ કરાયા છે. અને નેપાળ પાકિસ્તાનની સરહદ પર એસએસબી ઉપરાંત બીએસએફને એલર્ટ કરી દેવાયા છે. આ વચ્ચે સૂત્રોથી મળતી માહિતી મુજબ પંજાબ સરકારે અમૃતપાલ વિરુદ્ધ એનએસએ લગાવી દીધો છે. પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં હંગામાની સ્થિતિને લઈને પોતાનું નિવેદન આપ્યું છે.

માહોલ ખરાબ કરનારને મુંહતોડ જવાબ

પંજાબની હાલની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભગવંત માને લોકોને સંદેશ આપતા કહ્યું છે કે પંજાબમાં જ્યારે પણ કોઈએ માહોલ ખરાબ કરવાના પ્રયાસો કર્યા છે તો પંજાબે તેને હંમેશા મુંહતોડ જવાબ આપ્યો છે. ભગવંત માને કહ્યું ગત દિવસોમાં પંજાબમાં લોકોને અલગ કરવા માટે અને પંજાબની શાંતિને ડહોળાવવા માટે ભાષણો આપવામાં આવી રહ્યા હતા. એવા લોકોની ધરપકડ કરી લેવાઈ છે. તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે.

ભગવંત માને કહ્યું કે પંજાબના લોકોએ આમઆદમી પાર્ટી પર ભરોસો મૂક્યો છે. અને તે ભરોસાને અમે કાયમ રાખીશું. ત્રણ કરોડ પંજાબીઓ આ પૂરા ઓપરેશનમાં અમને સાથ આપ્યો છે. અમે કોઈને પંજાબની શાંતિ ભંગ કરવા નહીં દઈએ. લોકોને કહ્યું કે પંજાબની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાનું કોઈ વિચારશે તો પણ તેના મનસુબા પૂરા નહીં થવા દઈએ. દેશની સરહદ પર અમારા પંજાબી ભાઈઓ બેઠા છે. જેથી દેશમાં શાંતિ બની રહે.

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. 72 કલાક બાદ પણ પોલીસને અમૃતપાલના કોઇ પગેરૂં મળ્યું નથી. છેલ્લા 3 દિવસથી અમૃતપાલની ધરપકડ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. પરંતુ કોઈ સફળતા પ્રાપ્ત થઇ નથી. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, અમૃતપાલ સિંહ વેશ બદલીને નેપાળના માર્ગે પાકિસ્તાન ભાગી શકે છે.

બીજી તરફ અમૃતપાલના સહયોગીઓ પર નજર રાખવામાં આવી રહી છે. અમૃતપાલના 5 નજીકના સાથીદારો પર રાષ્ટ્રીય સુરક્ષા ધારો લાગુ કર્યો હતો. જેમાં કાકા હરજીત સિંહનો પણ સમાવેશ થાય છે. જલંધર પોલીસ સામે આત્મ સમર્પણ કરનાર અમૃતપાલના 1 સહયોગી સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે. હરજીત સિંહ પાસેથી 32 બોરની લાયસન્સવાળી પિસ્તોલ અને 1 લાખ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV