GSTV

પંજાબમાં પંગો / સિદ્ધુ સામે કેપ્ટનનો નવો દાવ, જૂનો વીડિયો કર્યો વાઈરલ

પંજાબ

Last Updated on July 25, 2021 by Damini Patel

નવજોત સિધ્ધુ પંજાબ પ્રદેશ પ્રમુખ બનતાં જ તેમના ચાર જૂના વીડિયો ધૂમ વાયરલ થયા છે. આ વીડિયોમાં બે વીડિયો રાહુલ ગાંધીને લગતા છે ને બાકીના બે વીડિયો આસારામ અને રાધે માને લગતા છે. સિધ્ધુને કેપ્ટન સરળતાથી ફાવવા નહીં દે તેનો આ પરચો છે.

સિધ્ધુએ 2008માં મધ્ય પ્રદેશની ચૂંટણી સભામાં રાહુલને પોતાની સાથે ચર્ચાનો પડકાર ફેંક્યો તેનો વીડિયો વાયરલ થયો છે. 2010માં સિધ્ધુએ કહેલું કે, રાહુલ ગાંધીએ સ્કૂલમાં જઈને ભણવું જોઈએ અને રાષ્ટ્રવાદ તથા રાષ્ટ્રદ્રોહ વચ્ચે ભેદ કરતાં શીખવું જોઈએ.

સિધ્ધુએ બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા આસારામની પ્રસંશા કરતાં કહેલું કે, યું તો રબ કી હર જગહ બાત હોતી હૈ, લેકિન બાપુ કે દરબાર મેં રબ સે મુલાકાત હોતી હૈ. હર કોઈ ઉસ સે રહમતોં કી ભીખ માગતા હૈ, લેકિન બાપુ કે દરબાર મેં રહમતોં કી બરસાત હોતી હૈ. સિધ્ધુએ રાધે માની પ્રસંશામાં પણ આ જ તુકબંદી ફટકારી હતી ને આ બંને વીડિયો પણ ધૂમ મચાવી રહ્યા છે.

Read Also

Related posts

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!