GSTV
Home » News » પંજાબના કેબિનેટ પ્રધાન IAS ઓફિસરને મોકલતા હતા ભદ્દા મેસેજ, કોંગ્રેસ ફસાઈ 

પંજાબના કેબિનેટ પ્રધાન IAS ઓફિસરને મોકલતા હતા ભદ્દા મેસેજ, કોંગ્રેસ ફસાઈ

દેશભરમાં ચાલી રહેલી મીટુની લહેરથી પંજાબ પણ અછૂતું નથી. પંજાબના એક મહિલા આઈએએસ અધિકારીએ રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન પર માનસિક રીતે હેરાનગતિ કરવાનો અને મોડી રાત્રે ભદ્દા મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો છે. જો કે પંજાબ સરકારે હજી સુધી આરોપી કેબિનેટ પ્રધાનનું નામ જાહેર કર્યું નથી. સૂત્રો મુજબ પંજાબ સરકારના પ્રધાને મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહના કહેવાથી મહિલા આઈએએસ અધિકારીની માફી માંગીને મામલો નિપટાવાની કોશિશ કરી છે. કેપ્ટન અમરિન્દરસિંહે દાવો કર્યો છે કે માફીપત્ર બાદ મામલાને ઉકેલી લેવામાં આવ્યો છે.

મહિલા આઈએએસ અધિકારીની ફરિયાદનો મામલો ઉજાગર થયા બાદ પંજાબના વિપક્ષી દળોએ સંબંધિત પ્રધાનનું નામ જાહેર કરવાની માગણી કરી છે. અકાલીદળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે કહ્યુ છે કે કેપ્ટન અમરિન્દર સિંહે આરોપી પ્રદાનનું નામ જાહેર કરવું જોઈએ અને રાહુલ ગાંધીને સવાલ કર્યો છે કે તેઓ આખરી પ્રધાન વિરુદ્ધ કાર્યવાહી કરવાથી શા માટે ખચકાઈ રહ્યા છે. તો પંજાબના મુખ્ય વિપક્ષી દળ આમ આદમી પાર્ટીએ મામલાને ગંભીર ગણાવતા આરોપી પ્રધાનની બરતરફીની માગણી કરી છે.

 

 

 

Related posts

ગુજરાતમાં મારા અનુયાયીઓને કંઈ થશે તો જોવા જેવી થશે, નિત્યાનંદની ખુલ્લેઆમ ધમકી

Nilesh Jethva

9.50 લાખ કરોડ રૂપિયાને પાર થઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ, દેશની પ્રથમ કંપની બની

Mansi Patel

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ એર એમ્બ્યુલન્સ દ્વારા ઈલાજ માટે લંડન રવાના થયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!