GSTV

પંજાબ કેબિનેટનું આવતીકાલે વિસ્તરણ: મુખ્યમંત્રી ચરણજીતસિંહ માટે નવી ટીમ તૈયાર, કેપ્ટન અમરિંદરની ટીમના 5 મંત્રીઓને કરશે ઘરભેગા

Last Updated on September 25, 2021 by Zainul Ansari

પંજાબ સરકાર આવતી કાલે પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની શનિવારે બપોરે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સાથે મળવા પહોંચ્યા હતા. તો વલી રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ મીડિયાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ચન્નીએ કહ્યુ કે, આવતી કાલે 4.30 કલાકે રાજભવનમાં મંત્રીમંડળમાં શામેલ થવા જઈ રહેલા નવા મંત્રીઓ શપથગ્રહણ કરશે.

આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય દિવસોથી મંત્રીમંડળ વિસ્તારને લઈને દિલ્હીમાં બેઠકો થઈ રહી છે. સીએમ ચન્નીએ આ દરમિયાન કેટલીય વાર દિલ્હીનો પ્રવાસ પણ કર્યો હતો. નવા મંત્રીઓના નામના સંબંધમાં રાહુલ ગાંધી સહિત કેટલાય મોટા કોંગ્રેસી નેતાઓ ત્યાં હાજર રહ્યા હતા.

સીએમ થોડા સમય પહેલા જ દિલ્હીમાંથી મીટીંગ કરીને પંજાબ પાછા પહોંચ્યા છે. રાહુલ ગાંધીના નિવાસ સ્થાનેથી નિકળતા તેમની તસ્વીર સામે આવી છે. સૂત્રોએ જણાવ્યુ છે કે, ચન્ની કેબિનેટ માટે મંત્રીઓના નામની યાદી તૈયાર થઈ ગઈ છે. નવા મંત્રીમંડળમાં સાત નવા ચહેરાને શામેલ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, રાજકુમાર વેરકા, સંગ સિંહ ગિલજિયા, અમરિંદર સિંહ રાજા અને કુલજીત નાગરા સહિત પરગટ સિંહ, ગુરકીરત કોટલી, રાણા ગુરજીત કેબિનેટમાં નવા ચહેરાહશે, તો વળી જૂના ચહેરામાં બ્રહ્મ મહિન્દ્રા, મનપ્રીત બાદલ, ત્રિપત રજિંદર બાઝવા, સુખવિંદર સિંહ સરકારિયા, અરુણા ચૌધરી, રઝિયા સુલ્તાન, વિજેન્દ્ર સિંગલા અને ભારત ભૂષણ આશુના નામ શામેલ છે. જેને મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે.

આ અગાઉ એક એવી પણ વાત સામે આવી છે કે, પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની ટીમમાં રહેલા મંત્રીઓને હટાવી શકે છે. કેપ્ટન કેબિનેટમાં રહી ચુકેલા પાંચ ધારાસભ્યોને બહારનો રસ્તો બતાવાનો તખતો ઘડાઈ ચુક્યો છે. ચન્નીને હાઈકમાનને કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા કરવા માટે શુક્રવારે દિલ્હી તેડાવ્યા હતા. હજૂ એક દિવસ પહેલા જ તેઓ દિલ્હીથી પંજાબ ગયા હતા.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah

કોંગ્રેસે દમ દેખાડ્યો/ બિહારમાં આજથી મહાગઠબંધન ખતમ, એકલા હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ પાર્ટી

Pravin Makwana

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ નેતાઓની હાઇકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ, જાણો કોને-કોને સોંપાઇ શકે છે મોટી જવાબદારી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!