પંજાબમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની આતંકવાદી ગતિવિધિઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. સેનાએ અમૃતસરમાં પાકિસ્તાનથી આવતા વધુ એક ડ્રોનને તોડી પાડ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રોનને ચાહરપુર ગામ નજીક ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરતા જોયા બાદ સૈનિકોએ તેના પર ગોળીબાર કર્યો હતો અને દાણચોરીના અન્ય પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ અમૃતસરના ચાહરપુર નજીક આવતા વિસ્તારમાં ભારતીય વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. આ પછી જવાનોએ ફાયરિંગ કરીને ડ્રોનને તોડી નાખ્યું. હાલમાં આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

સરહદ નજીક બે ઘૂસણખોરો જોવા મળ્યા
અન્ય સંબંધિત એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, આ પહેલા 26 નવેમ્બરે BSFએ પંજાબના અમૃતસરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. તે જ દિવસે, પંજાબના પઠાણકોટમાં સરહદ નજીક બે ઘૂસણખોરો જોવા મળ્યા બાદ BSF દ્વારા ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવવામાં આવી હતી.
ડ્રોન ઘૂસણખોરીની અનેક ઘટનાઓ સામે આવી
પાકિસ્તાન તરફથી ભારતમાં ડ્રોનની ઘૂસણખોરીની ઘટનાઓ સતત બની રહી છે. તેમને રોકવા માટે સીમા સુરક્ષા દળના જવાનો સતત સતર્ક છે. 8 નવેમ્બરે જ પંજાબના ફિરોઝપુરમાં ભારત-પાકિસ્તાન સરહદના જગદીશ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ડ્રોન ઘૂસણખોરીની અનેક ઘટનાઓ સામે આવી હતી. રાત્રે લગભગ 3 વખત પાકિસ્તાન તરફથી ડ્રોન આવતા જોવા મળ્યા હતા. જે બાદ BSF જવાનો દ્વારા તેમને પડવા માટે સેંકડો રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી.

BSF આ વિસ્તારમાં સતત ચાંપતી નજર રાખે છે
આ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા શસ્ત્રો અને માદક દ્રવ્યોનો એક કન્સાઈનમેન્ટ પહેલેથી જ મોકલવામાં આવ્યા હતા. જેના કારણે BSF આ વિસ્તારમાં સતત ચાંપતી નજર રાખે છે. તાજેતરમાં પંજાબમાં ઘણી આતંકી ઘટનાઓના કાવતરાના સમાચાર સામે આવ્યા છે. જેમાં સરહદ પારથી હથિયારોની દાણચોરીની પણ ગુપ્ત માહિતી મળી છે. આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને BSFએ પાકિસ્તાનના ખતરનાક ઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે તમામ પ્રકારની વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી