GSTV

કૃષિ બિલ/ આમ આદમી પાર્ટીનું પંજાબ વિધાનસભાની અંદર વિરોધ પ્રદર્શન, આખી રાત નેતાઓ ધરણા પર રહ્યા

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદા વિરુદ્ધ દેશના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે પંજાબમાં રાજ્ય સરકાર દ્વારા આ કાયદા વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. જેના માટે વિશેષ સત્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સોમવારનાં રોજ આમઆદમી પાર્ટી દ્વારા વિભાનસભાની અંદર જ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આમઆદમી પાર્ટી દ્વારા વિભાનસભાની અંદર જ પ્રદર્શન કરવામાં આવ્યું

નોંધનીય છે કે AAPનું કહેવું એ છે કે જે પ્રસ્તાવ સદનમાં રાખવામાં આવ્યો છે, તેની કોપી આપવામાં નથી આવી. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે પંજાબ સરકાર ખેડૂતો વિરુદ્ધ ષડયંત્ર કરી રહી છે. અને પ્રસિતાવ સાથે જોડાયેલી જાણકારી જણાવી નથી રહી ,AAP નેતાઓએ જણાવ્યું કે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના લોકો અને ખેડૂતોને ધોકો આપવા માટે જાણીતા છે.

AAP નેતાઓએ જણાવ્યું કે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના લોકો અને ખેડૂતોને ધોકો આપવા માટે જાણીતા

નોંધપાત્ર છે કે આ મામલે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે હાલમાંજ કૃષિ બીલ સાછે જોડાયેલા ત્રણ કાયદા પાસ કર્યા છે, ઉલ્લેખનીય છે કે આ બિલનો સૌથી વધુ વિરોધ પંજબ રાજ્યમાં અને હરિયાણામાં થયો છે. નોઁધનીય છે કે પંજાબની કોંગ્રેસ સરકારે વિભાનસભામાં આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવાની વાત કરી છે.

બિલનો સૌથી વધુ વિરોધ પંજબ રાજ્યમાં અને હરિયાણામાં થયો

ત્યારે બીજી તરફ સોમવારે વિશેષ સત્ર શરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સિવાય અન્ય વિરોધ પક્ષો પણ કેંન્દ્ર સરકારના આ કાયદાનો સખ્ત અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. જ્યારે ઘણા કિસાન સંગઠન પણ આ કાળા કાયદાનો વિરોધ લાંબાસમયથી રસ્તાઓ પર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ પંજાબમાં ખેડૂતો રેલ રોકો આંદોલ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva

તમારા કામનું/ ડિસેમ્બરમાં અડધો અડધ મહિનો બેન્કો રહેશે બંધ, પરેશાનીથી બચવા અહીં ચેક કરી લો તારીખોની લિસ્ટ

Bansari

કૃષિ બીલનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ગુરૂ નાનક જન્મ જયંતિ નિમિતે પ્રકાશ પર્વની કરી ઉજવણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!