GSTV

‘જજ સાહેબ આજે મૂડ ખરાબ છે સુનાવણી મોકુફ રાખો’ હાઈકોર્ટમાં વકીલની વિચિત્ર માંગ

તમે કોઇ દિવસ એવું સાંભળ્યું છે કે કોર્ટનો મૂડ ખરાબ હોવાથી કેસની સુનાવણી મોકુફ રખાઇ હોય? ચંદીગઢની પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં આવું બન્યું હતું. સાક્ષી અથવા તો આરોપીની ગેરહાજરીના કારણે કેસ મુલ્તવી રખાયા હોવાની વાત તો સમજમાં આવે છે, પરંતુ કોર્ટનો મૂડ ખરાબ હોય તો કેસની મુદ્દત આગળ ધકેલી દેવાય એ કેવું કહેવાય? પપ્પુ સિંહ વિરૂધ્ધ નરેન્દ્ર સિંહના કેસની સુનાવણી શરૂ થાય તેની પહેંલા અરજદારના વકીલે કહ્યું હતું કે આજે કોર્ટનો મૂડ ખરાબ હોવાથી સુનાવણી મોકુફ રાખો.

કોર્ટે સુનાવણી મોકુફ પણ રાખી

પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટના જજ રાજીવ નારાયણ રૈનાએ અરજદાર પપ્પુ સિંહના વકીલ કે.એસ.સિધ્ધુની દલીલને માન આપી કેસની સુનાવણી મોકુફ રાખી હતી. આમ ભારતની કોઇ પણ કોર્ટમાં માત્ર એટલા માટે કેસની સુનાવણી મોકુફ નહીં રખાઇ હોય કે કોર્ટનો મૂડ ખરાબ હોય. જસ્ટિસ રૈનાએ પોતાના આદેશમાં કહ્યું હતું કે ‘વકીલ એમ માને છે કે કોર્ટનો મૂડ સારો નથી.

પરવાનગી આપવા પાત્ર ન હતી છતાં માન્ય રાખ્યું

એક પછી એક ચાર કેસ કાઢવામાં આવ્યા હતા. વકીલે ફરી કોઇ વખત સુનાવણીની વિનંતી કરી હતી જેને અમે માની લીધી’. જો કે કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ કેસ પરવાનગી આપવા પાત્ર નથી, છતાં અમે માન્ય રાખ્યું હતું. ત્યાર પછી કેસની સુનાવણી 20 ફેબ્રુઆરીએ રાખવામાં આવી હતી. જો કે વકીલ સિધ્ધુની વિનંતીના પગલે કોર્ટે ફરીથી સુનાવણી ટાળીને ત્રીજી માર્ચે રાખી હતી. સીપીસીના આદેશ ક્રમ 17 અનુસાર કોર્ટેને દિવાની કેસની સુનાવણી રોકવાની સત્તા અપાઇ છે.

Read Also

Related posts

કોરોના: આગામી 3 દિવસો સુધી સજ્જડ બંધ રહેશે દેશનું આ શહેર, જરૂરિયાતનો સામાન પણ નહીં મળે

Karan

લોકડાઉન: જાણો સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના વેચાણની શું છે સ્થિતિ : મોદી સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan
Do NOT follow this link or you will be banned from the site!