GSTV

દિશા સાલિયાન કેસમાં પુનિતે લીધુ હતુ સૂરજ પંચોલીનું નામ, હવે બોલ્યો- Video શેર કરવો મારી મૂર્ખતા

દિશા સાલિયાન

સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. આ મુદ્દે ઘણી વખત દિલ ખોલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરનારા અભિનેતા પુનિત વશિષ્ઠે કહ્યું કે દિશા સાલિયાન સામે એક પોસ્ટ આગળ ફોરવર્ડ કરવીએ મોટી ભૂલ હતી.

મારાથી ભૂલ થઇ ગઈ

પુનિતે કહ્યું હતું કે હું એટલું જ કહેવા માગીશ કે મારાથી ભૂલ થઇ ગઈ હતી. મેં વિચાર્યું ન હતું કે લોકો આ બાબતને ખૂબ ગંભીરતાથી લેશે અને આ વાત આટલી હદે વધી જશે. તે કોઈનો ફોર્વર્ડેડ મેસેજ હતો જે મેં પોસ્ટ કરી દીધો હતો. મારાથી ખૂબ મોટી ભૂલ થઇ ગઈ છે. જો મારી પોસ્ટને લીધે કોઈને દુઃખ થયું હોય તો મને માફ કરજો. હું દિશાને ઓળખતો પણ ન હતો. સુશાંતના મૃત્યુ બાદ ત્રણ કે ચાર દિવસ પછી મને ખબર પડી કે દિશા સાલિયાન નામની એક છોકરી છે અને સૂરજ પંચોલીની વાતમાં હું એટલું જ કહીશ કે તે બધી મારી મૂર્ખતા હતી. મારી લડત માત્ર નેપોટિઝમ સામે છે.

દિશા સાલિયાન

આ બધું બકવાસ

પોતાની સામે કેસ નોંધાવાના મામલે પુનિતે કહ્યું- આ બધું બકવાસ છે. મને કોઈએ ફોન નથી કર્યો અને ના તો હું ગુનેગાર છું. માનહાનિની બાબતમાં મારા ફેન્સે પણ મને એમ પણ કહ્યું કે આ પોસ્ટ ફોર્વર્ડેડ પોસ્ટ હતી જે વેલિડ નથી. દરેકને પોતાની વાત કહેવાની સ્વતંત્રતા છે. આ બધા લોકો મુદ્દાને ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હું મારી લડત ચાલુ રાખીશ. જ્યારે પણ જરૂર પડે ત્યારે હું મીડિયા સમક્ષ આવીશ અને મારો મુદ્દો રાખીશ.

Read Also

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!