GSTV
Home » News » પુણેની એમઆઈટી સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ માટે વિચિત્ર ફરમાન, આ કલરની ઈનર પહેરવાનું કહ્યું

પુણેની એમઆઈટી સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ માટે વિચિત્ર ફરમાન, આ કલરની ઈનર પહેરવાનું કહ્યું

પુણેમાં એમઆઈટી સ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે બેહદ વિચિત્ર ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. આ ફરમાન વિદ્યાર્થિનીઓના ઈનરવિયરને લઈને જાહેર કરવામાં આવ્યું છે. તેમને એક ખાસ રંગના ઈનરવિયર પહેરવાનું ફરમાન જાહેર કરતા સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થિનીઓ દ્વારા આનું પાલન કરવામાં નહીં આવે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ સિવાય ટોયલેટના ઉપયોગને લઈને પણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું છે કે સ્ટૂડન્ટ્સ નિર્ધારીત સમયમાં જ ટોઈલેટ જઈ શકે છે. પુણેની સ્કૂલના વિચિત્ર ફરમાનના વિરોધમાં વિદ્યાર્થિનીઓના માતાપિતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિવાદ વધતા સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું છે કે આની પાછળનો ઈરાદો બેહદ નેક છે અને તેનો ઉદેશ્ય કોઈપણ સ્ટૂડન્ટ કે તેના માતાપિતાની હેરાનગતિ કરવાનો નથી.

પુણેની મહારાષ્ટ્ર એકેડમી ઓફ એન્જિનિયરિંગ એજ્યુકેશન અને રિસર્ચ સાથે જોડાયેલી એમઆઈટી સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવેલું વિચિત્ર ફરમાન સ્કૂલની ડાયરીમાં નોંધાયેલું છે. તેના પ્રમાણે વિદ્યાર્થિનીઓને માત્ર સફેદ અથવા સ્કિન કલરના ઈનરવિયર જ પહેરવાની મંજૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે અને નિર્દેશનું પાલન નહીં કરવાન બદલ કાર્યવાહી ચિમકી આપવામાં આવી છે.

સ્કૂલે પોતાના ફરમાનમાં યુવતીઓના સ્કર્ટની લંબાઈ પણ નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં ખુદને જેન્ડર સેન્સિટિવ ગણાવતી સ્કૂલે સ્ટૂડન્ટ્સના વોશરૂમના ઉપયોગ પર પણ કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે. વોશરૂમના ઉપયોગને લઈને સ્કૂલે સમય પણ નક્કી કર્યો છે. સ્કૂલે પોતાના વિચિત્ર ફરમાનને ડાયરીમાં નોંધીને તેના પર સ્ટૂડન્ટ્સના માતાપિતાઓને હસ્તાક્ષર કરવા માટે પણ જણાવ્યું છે.

 

Related posts

પ્રસવ પીડા દરમિયાન ડૉક્ટર મહિલાઓને પહેરાવી રહ્યાં છે VR હેડસેટ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Arohi

રાશિ અનુસાર શ્રીકૃષ્ણને ધરાવો આ વસ્તુઓનો ભોગ, ચમકી જશે ભાગ્ય

Arohi

કેવી રીતે ભાવનગરના ખેડૂત મિશ્ર પાકમાં ઉત્તમ ઉત્પાદન લે છે ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!