GSTV
Home » News » આ રાજ્યમાં 40 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ અપાયું

આ રાજ્યમાં 40 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ અપાયું

પુણે જિલ્લા પ્રશાસને તાજેતરમાં 40 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપ્યું છે.

કુલ 45 અરજદારોને ગુરૂવારે ભારતીય નાગરિકત્વ અપાયું છે. મોટાભાગની અરજીઓ પાકિસ્તાની નાગરિકોની હતી, જ્યારે એકાદ બે અરજી અફઘાનિસ્તાન અને બાંગલાદેશી નાગરિકોની હતી, એમ પુણે જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે જણાવ્યું હતું.

પુણે જિલ્લા અધિકારીએ જણાવ્યા અનુસાર અરજદારો ઘણો સમય પહેલાં ભારત આવ્યા હતા અને તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી પુણેમાં રહે છે.

કેટલાંક તો 40 વર્ષ પૂર્વે આવ્યા હતા પણ તેમને ભારતીય નાગરિકત્વ અપાયું નહોતું. સિટિઝનશિપ એક્ટમાં સુધારા બાદ ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને લઘુમતી અરજદારોને નાગરિકત્વ આપવાની સત્તા અપાઈ છે. સુધારા અનુસાર આ નિર્ણય લેવાયો છે, એમ તેમણે જણાવ્યું હતું.

અરજીની ઘણી ચકાસણી કરવામાં આવે છે, જેમાં વિવિધ એજન્સીઓ સંકળાયેલી હોય છે. ઈન્ટેલિજન્સ બ્યુરોની મંજૂરી લેવી પડે છે. મેં તમામને એક જ વાર સાથે બોલાવીને એક સુનાવણી બાદ જ પ્રસ્તાવ મંજૂર કર્યા છે, એમ કલેક્ટરે જણાવ્યું હતું.

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

27 કલાકનાં અજ્ઞાતવાસ બાદ ચિદમ્બરમ CBIનાં સકંજામાં આબાદ ઝડપાયા, આવો રહ્યો સમગ્ર ઘટનાક્રમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!