GSTV

મોદી સરકારના એલાનની રાહ જોવા તૈયાર નથી આ રાજ્ય, 1 મે સુધી વધારી દીધુ લોકડાઉન

Last Updated on April 11, 2020 by Mansi Patel

કોરોના વાયરસના કારણે પંજાબમાં પણ સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ત્યારે ઓડિશા બાદ પંજાબ સરકારે પણ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. પંજાબની કેપ્ટન અમરિન્દર સરકારે એલાન કર્યું છે કે, રાજ્યમાં હવે 1 મે સુધી લોકડાઉન ચાલુ રહેશે.

પંજાબમાં દર્દીઓ ઓછા છતાં એક્શનમાં છે સરકાર

પંજાબમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 130એ પહોંચી ગઈ છે. જેમાં સૌથી વધુ રાજ્યના નવાંશહેરમાં 19 કેસ નોંધાયા છે. આ પહેલા પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું હતુ કે, કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સફર શરૂ થઈ ગયું છે. આપણે એવા મુકામ પર છીએ કે, જ્યાં એવા લોકો સંક્રમિત થયા છે કે, જેમણે કોઈ યાત્રા કરી નથી.

મુખ્યમંત્રીએ કરી દીધી જાહેરાત

કોરોનાના જે નવા કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ કોમ્યુનિટી ટ્રાન્સફરના છે. અમરિન્દરે કહ્યું કે તેમની પાસે ટોપ ક્લાસ અને સીનિયર ડોક્ટર છે. કોરોના વાયરસ પર તેમનું કહેવું છે કે, સપ્ટેમ્બરના મધ્યમાં તેનો પ્રકોપ વધારે હશે.

READ ALSO

Related posts

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!