GSTV
Home » News » પૂર્વ કુખ્યાત ડાકૂ મલખાનસિંહે પણ પુલવામાના આતંકી હુમલા બાદ સરહદ પર જઈ પાક સામે યુધ્ધ લડવાની ઈચ્છા વ્યકત કરી

પૂર્વ કુખ્યાત ડાકૂ મલખાનસિંહે પણ પુલવામાના આતંકી હુમલા બાદ સરહદ પર જઈ પાક સામે યુધ્ધ લડવાની ઈચ્છા વ્યકત કરી

પુલવામાના આતંકી હુમલા બાદ દરેક ભારતવાસી આતંકીઓ અને તેના આકાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે ત્યારે હવે પૂર્વ કુખ્યાત ડાકૂ મલખાનસિંહે પણ સરહદ પર જઈ પાક સામે યુધ્ધ લડવાની ઈચ્છા વ્યકત કરી છે અને સરકાર પાસે મંજુરી માગી છે.તે પોતાના સાત સાથીદારો સાથે સરહદે જંગ છેડવા તૈયાર થયા છે.

પહાડોમાં ભયનું બીજું નામ એવા પૂર્વ ડાકૂ મલખાનસિંહે કાનપુરમાં પત્રકારોને મળી પોતાની આ ઈચ્છા વ્યકત કરી હતી. તેણે જણાવ્યું કે હું અને મારા સાત સાથીદારો સરહદે જઈ પાક સામે યુધ્ધ લડવા તૈયાર છીએ. મધ્યપ્રદેશમાં હાલમાં પણ ૭૦૦ ડાકૂઓ મોજુદ છે જેને સાથે લઈ જઈ દેશ માટે અમે મરવા તૈયાર છીએ.

તેણે પત્રકારોને જણાવ્યું કે જો સરકાર અમને સરહદે જઈ લડવા મંજુરી આપશે તો અમે કોઈ પણ શરત કે પગારની આશા વગર તૈયાર છીએ અને જરૃર પડયે દેશ માટે જીવ આપતા પણ અચકાઈશું નહીં.

તેણે એવું પણ જણાવ્યું કે અમારી પાસે એવું પણ લખાવી લેવામાં આવે કે અમે જંગમાં મરી જઈએ તો કોઈ ગુનો નહી ગણાય અને પાછો પડું તો મારૃ નામ મિલખાનસિંહ નહી.  મિલખાનસિંહનું કહેવું છે કે પુલવામા હુમલાનો બદલો લેવો જ જોઈએ.

Related posts

એકથી વધુ બેન્ક એકાઉન્ટ છે? તો તમે પોતાનું જ કરી રહ્યાં છો મોટુ નુકસાન

Bansari

મનોરંજનની દુનિયાએ મને પ્રેગ્નેંટ થવા ન દીધી, આ એક્ટ્રેસે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કર્યા ચોંકાવનારા ખુલાસાઓ

Kaushik Bavishi

બે રાજ્યની પોલીસની મદદથી વિખુટા પડેલા પરિવારનું થયું મિલન, સર્જાયા લાગણીસભર દ્રશ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!