મોદીજી એક એક શહીદનો બદલો નહીં લો ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરૂ છું, ભાજપા નેતાએ દેખાડી દેશભક્તિ

આખો દેશ જ્યારે બદલો લેવાની માંગ કરતો હોય ત્યારે ભાજપા નેતાનો એક એનોખો નિયમ સામે આવ્યો છે. કસબા ગામનાં ભાજપા મંડળ મહામંત્રી લલિત ભારદ્વાજે શાહદત પર એક અનોખો નિયમ લીધો છે.

શુક્રવારે રાત્રે તેમણે વડા પ્રધાન મોદીને આતંકવાદીઓ પાસેથી બદલો લેવા અને શહાદતને બેકાર ન જવા દઈને કડક સજા કરવા માટે સંદેશ મોકલ્યો છે. લલિત ભારદ્વાજે જ્યાં સુધી આતંકવાદીઓને સજા નહીં મળે ત્યાં સુધી તેમના ઘરે રહીને અન્નનો ત્યાગ કર્યો છે. શહેરમાં રહેલા ભાજપના કાર્યકરોએ આતંકવાદીઓને નાબૂદ કરવાનો અને સજા મળવા સુધી ખોરાક ન લેવાનું નક્કી કર્યું છે.

શનિવારે મુરાદાબારનાં કસબામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે ભાજપ મંડળના પ્રમુખ લલિત ભારદ્વાજે વડા પ્રધાનને પત્ર લખીને જણાવ્યું હતું કે સરકાર જે લોકોએ હુમલો કર્યો છે તેના પર શક્ય તેટલી જલ્દી કડક પગલાં લે. જ્યાં સુધી સરકાર આતંકવાદીઓને સજા નહીં કરે ત્યાં સુધી તેઓ ખાશે નહીં.

સંદેશ-

આદરણીય પ્રધાનમંત્રી સાદર પ્રણામ,

મારા દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ. ભગવાન એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. જ્યાં સુધી આતંકવાદીઓને સજા નહીં મળે ત્યાં સુધી હું ખોરાકનો ત્યાગ કરું છું. જ્યાં સુધી આતંકવાદીઓ અને તેમના પનાહગારોને સજા નહીં થાય ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરૂ. -લલિત ભારદ્વાજ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter