પુલવામા શહીદોના સન્માનમાં અજય દેવગણે લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનમાં રીલીઝ નહી થાય ‘ટોટલ ધમાલ’

પુલવામા હુમલા બાદ બોલીવુડે પાકિસ્તાન સામે સખત વલણ અપનાવ્યું છે. અજય દેવગણે કન્ફર્મ કર્યુ છે કે તેની આગામી ફિલ્મ ટોટલ ધમાલે પાકિસ્તાનમાં રીલીઝ નહી કરવામાં આવે. આ ફિલ્મ 22 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થઇ રહી છે.

અજય દેવગણે ટ્વીટ કરીને જણાવ્યું કે, હાલની સ્થિતીને ધ્યાનમાં લેતા ટોટલ ધમાલની ટીમે નિર્ણય લીધો છે કે ફિલ્મને પાકિસ્તાનમાં રીલીઝ ન કરવામાં આવે. આ નિર્ણય બાદ અજય અને તેની ટીમની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઇ રહી છે.

આ ઉપરાંત સલમાન ખાનની અલી અબ્બાસ ઝફર નિર્દેશિત ફિલ્મ ભારત આ વર્ષની ઇદ પર પાકિસ્તાનમાં રજૂ નહીં થાય એવી જાણકારી મળી હતી. અગાઉ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ધ લિજેંડ ઑફ મૌલા જટ્ટ સલમાન ખાનની ભારત ફિલ્મ સાથે ઇદ પર રજૂ થવાની હતી. પાકિસ્તાનમાં પણ સલમાન ખાનના લાખ્ખો ચાહકો છે એટલે સ્વાભાવિક રીતેજ ફવાદ ખાનની ફિલ્મને સલમાન ખાનની ફિલ્મ જોરદાર ટક્કર આપે. પરંતુ પાકિસ્તાની સરકારે ફવાદ ખાનની ફિલ્મને ઊગારી લેવા માટે આ ફતવો બહાર પાડયો હોવાનું મનાય છે.

જણાવી દઇએ કે અનિલ કપૂર, માધુરી દિક્ષિત અને અનિલ કપૂર સ્ટારર ટોટલ ધમાલની સમગ્ર ટીમે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 સીઆરપીએફ જવાનોના પરિવારોને મદદ કરવાની રજૂઆત કરી છે. ટોટલ ધમાલની સમગ્ર ટીમે શહીદોના પરિવારને 50 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે કૉમેડી ફિલ્મ ટોટલ ધમાલને લઇને ફેન્સમાં આતુરતા જોવા મળી રહી છે. તેમાં અજય દેવગણ ઉપરાંત અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, અરશદ વારસી જેવા એક્ટર્સ લીડ રોલમાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter