GSTV
Gujarat Government Advertisement

તમને વિશ્વાસ નહીં આવે પણ પુલવામા હુમલા બાદ જમ્મુમાં આ હતી સ્થિતિ, જુઓ તસવીરોમાં

Last Updated on February 23, 2019 by

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા હુમલા પછી પુરા દેશમાં ભારોભાર ગુસ્સો જોવા મળે છે. ઠેર-ઠેર થતા વિરોધ પ્રદર્શનો પાકિસ્તાન સામે બદલો લેવાની માંગ કરી રહ્યા છે. પુલવામા આતંકી હુમલા પછી જમ્મુની સ્થિતી વણસી છે. ટોળાશાહીનું વરવું પ્રદર્શન, વાહનોને આગચંપી તેમજ ઠેર ઠેર હિંસક બનાવો બાદ કરફ્યુની સ્થિતી હતી.

પુલવામા હુમલા બાદ હિંસક ઘટનાઓ વધી જતા જમ્મુ માં કરફ્યુ લાદી દેવાયો હતો. આ હિંસામાં 12 લોકો ઘાયલ થયા છે તેમજ ડર્ઝન કરતા વધારે સંખ્યામાં વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ટોળાએ જમ્મુ બંધનું એલાન આપ્યું હતું.

સાંપ્રદાયિક હિંસાની આશંકાએ કરફ્યુ લગાવાયો હતો. લાઉડ સ્પીકરમાં કરફ્યુની જાહેરાત કરાયા બાદ પણ પ્રદર્શનકારીઓ ટસનાં મસ થયા ન હતાં.

કાશ્મીર ખીણમાં વ્યાપક પ્રદર્શન થતા સ્થિતીને કાબૂમાં લેવા માટે શુક્રવારે જમ્મુ શહેરમાં કરફયુ લગાવાયો છે. અધિકારીએ જણાંવ્યું છે કે,કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવવા માટે સ્થાનિક વહિવટી તંત્રની સાથે રહિને ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા માં આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહિદ થયા છે. ત્યારબાદ પુરા જમ્મુ શહેરમાં વિરોધ વંટોળ શરૂ થયો હતો. જેમાં અનેક સ્થળે પત્થરમારાની ઘટના પણ બની હતી.

ગુજ્જર નગર વિસ્તારમાં અથડામણ થતા પત્થરમારાને કારણે અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થયા. જો કે પોલીસ કાર્યવાહીને કારણે મોટી જાનહાની ટળી ગઈ હતી.

પાકિસ્તાન વિરોધી આતકંવાદ વિરોધી સૂત્રોચ્ચાર કરતા પ્રદર્શન કારીઓએ રસ્તા પર ટાયર સળગાવ્યા, તેમજ બદલો લેવાની માંગ સાથે રસ્તા પર ચક્કાજામ કર્યો હતો.

આખું જમ્મુ શહેર સજ્જડ બંધ હતું. રસ્તા પર એક પણ વાહન દેખાયા ન હતાં. તમામ બજારો અને દુકાનો બંધ જોવા મળી હતા. જમ્મુ શહેરનાં જ્યુલ ચોક, પુરાની મંડી, રેહારી, શક્તિનગર પક્કા ડંગા, જાનીપુર, ગાંધીનગર અને બક્શીનગર સહિત ડર્ઝનએક જગ્યા પર લોકો પાકિસ્તાનનો વિરોધ કરી રસ્તા પર ઉતરી આવ્યા હતાં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઝટકો/ દેશના 9 રાજ્યોમાં પેટ્રોલના ભાવે સદી વટાવી : આજે ગુજરાતમાં આ છે પેટ્રોલ-ડીઝલના ભાવ, હવે સાયકલ લઈ લો

Damini Patel

વાહનચાલકોને ઝટકો / સરકાર પાસે ના રાખો આશા, ઈંધણના ભાવ ભડકે બળશે : પેટ્રોલના ભાવ 125 રૂપિયા થવાની આવી ચેતવણી

Bansari

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!