VIDEO: જો હુમલો કર્યો તો આંખો કાઢી લઈશું અમે બંગડી નથી પહેરી, પાકનાં મંત્રીની ભારતને ધમકી

પુલવામા આતંકવાદી હુમલા પર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનાં આવેદન બાદ તેમના રેલવે પ્રધાને ભારતને ધમકી આપી છે. આવામી મુસ્લિમ લીગ (એમએનએ)ના શેખ રશીદ અહમદે ટ્વીટર પર એક વિડિઓ રજૂ કર્યો છે એમાં કહ્યું કે જો કોઈ પાકિસ્તાન તરફ જોશે તો તેની આંખો કાઢી લેવામાં આવશે.

રશિદ અહમદે વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, “ઇમરાન ખાને સંદેશો આપ્યો છે કે અમે બંગડી નથી પહેરી, અમારા માટે પાકિસ્તાન જીવન છે અને પાકિસ્તાન મોત છે. જો કોઈએ પાકિસ્તાન તરફ આંખ ઉપાડીને જોયું તો આંખો કાઢી નાખશું.

અને પછી ન ઘાસ ઉગશે, ન તો ચકલીઓ બોલશે અને મંદિરોમાં ડંકા પણ વાગતા બંધ થઈ જશે કારણ કે પાકિસ્તાન મુસ્લિમોનો એવો એક કિલ્લો છે જે સમગ્ર વિશ્વનાં મુસ્લિમો અને ઇમરાન ખાનની આગેવાની હેઠળ છે. 20 કરોડ લોકો તૈયાર છે કે શાંતિ થાય કે પછી યુદ્ધ થાય, અને ઈમરાન ખાન સાથે છીએ. ‘

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter