દેશના તમામ પક્ષોની લીલીઝંડી બાદ મોદી સરકાર સક્રિય, ગૃહમંત્રીના ઘરે આ ટોચના અધિકારીઓની બેઠક

ગુરૂવારે કાશ્મીરનાં પુલવામા માં કેન્દ્રિય અનામત પોલીસ દળ (CRPF)નાં કાફલા પર આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો. આ ફિદાયીન હુમલામાં સીઆરપીએફનાં 42 જવાનો શહિદ થતા દેશભરમાં આક્રોશ સાથે ગુસ્સો છે. દેશનાં દરેક ખુણામાંથી એક જ માંગ છે કે જવાનોની શહાદતનો વળતો બદલો લેવામાં આવે. દેશભરમાં જનાક્રોશ જોઈને મોદી સરકાર પણ એક્શન મોડમાં આવી છે. આજે સર્વપક્ષીય બેઠક પછી ગૃહમંત્રી રાજનાથસિંહનાં નિવાસસ્થાને એક મહત્વની બેઠક મળી હતી.

સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA)અજીત ડોભાલ, રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (RAW-રો)નાં ચીફ અને ઇન્ટેલિજન્સ બ્યુરોનાં એડિશ્નલ ડાયરેક્ટર આ બેઠકમાં હાજર રહ્યા હતાં. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં પુલવામા હુમલા પછી બદલો લેવા માટે પાકિસ્તાન વિરૂદ્ધ કડક પગલા ભરવા માટે અનેક મહત્વનાં નિર્ણયો લેવાયા છે.

આ પહેલા માહારાષ્ટ્રનાં યવતમાલમાં ભાજપની એક રેલી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરીને દેશવાસીઓને ધરપત આપી હતી.

પુલવામા હુમલા મામલે સામુહિક સમરસ નિર્ણય લેવા માટે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ નેતાઓએ શહિદોને શ્રદ્ધાંજલિ આપીને આતંકવાદીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પ્રસ્તાવ પાસ કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં પુરો વિપક્ષ સરકારની પડખે છે. સરકાર જે પગલા લેશે, વિપક્ષ તેનું પુરેપુરુ સમર્થન કરશે.

સર્વપક્ષીય બેઠકમાં એક પ્રસ્તાવ પારિત કરાયો છે, જેમાં આતંકવાદને સીમા પારથી સમર્થન મળે છે. પરંતુ ભારતીય સુરક્ષા દળો આતંકવાદ વિરૂદ્ધ લડવા માટે કટીબધ્ધ છે. આતંકવાદ વિરૂદ્ધ સુરક્ષા દળોની લડાઈમાં દેશ સૈન્યની પડખે ઉભો છે. કોઈ પણ ભોગે ભારતની એકતા અને અખંડતાને સુરક્ષિત રખાશે.

પુલવામા હુમાલ બાદ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મહારાષ્ટ્રનાં નાલાસોપારા સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી હતી. હુમલા બાદ જમ્મુનાં અનેક વિસ્તારોમાં કરફ્યુ લગાવી દેવાયો છે. જ જમ્મુ-કાશ્મીર હુમલાની તપાસ કરવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની ટીમ પુલવામા પહોંચી ગઈ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter