GSTV
India News Trending

J&K / 370 નાબૂદ કર્યાના વર્ષગાંઠના પૂર્વે જ પુલવામામાં આતંકી હુમલો, બિહારના મજૂરનું મોત

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાની આવતીકાલે એટલે કે શુક્રવારે ત્રણ વર્ષ પૂરા થશે. આ સ્થિતિ વચ્ચે 370 દૂર કર્યાની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ પુલવામાં આંતકીઓ એક હુમલાને અંજામ આપ્યો છે. આ આંતકી હુમલામાં એક શ્રમિકનું મોત નિપજ્યું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. બીજી બાજુ આ હુમલા બાદા સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે 370 દૂર કર્યાની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ જમ્મુ- કાશ્મીરના પુલવામાં આંતકીઓએ મજૂરો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં બિહારના એક મજૂરનું મોત નિપજ્યું છે જ્યારે બે ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બંને ઘાયલ થયેલા લોકો બિહારના વતની છે જેમનું મોહમ્મદ આરિફ અને મોહમ્મદ મજબૂલ છે એટલું જ નહીં બંનેની હાલત સ્થિર છે.

ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ 2019 ના રોજ મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની વિશેષ જોગવાઈઓ પાછી ખેંચીને રાજ્યને જમ્મુ- કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.

READ ALSO:

Related posts

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Binas Saiyed

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed
GSTV