GSTV
Home » News » પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ચોકાવનારા ખુલાસા, હજુ નથી થયો હુમલાનો ડર દૂર

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ચોકાવનારા ખુલાસા, હજુ નથી થયો હુમલાનો ડર દૂર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ આત્મઘાતી હુમલા પહેલાં 21 જેટલા આતંકવાદીઓ ડિસેમ્બર માસમાં જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરી ચુક્યા હતા. આ આતંકવાદીઓ ઘાટીમાં ત્રણ જેટલા આત્મઘાતી હુમલા કરવાની ફિરાકમાં છે. જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરીને આવેલા આતંકવાદીઓ અફઝલ ગુરૂની ફાંસીનો બદલો લેવાની તૈયારી કરી રહ્યા હતા. આ હુમલા પાછળ મસૂદ અઝહરનો ભત્રિજો ઉસ્માન હૈદર પણ સામેલ છે.

આતંકવાદીઓ આત્મઘાતી હુમલા માટે ત્રાલમાં મિટિંગ કરતા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘુસણખોરી કરીને આવેલા આતંકવાદીઓ બે ભાગમાં વેચાઈ ગયા હતા. જેમાથી એક મુદ્દસિર ખાન હતો. જ્યારે બીજા દળનો કમાન્ડર બાબા નામનો આતંકવાદી હતો. જેને પુલાવામામાં થયેલી અથડામણમાં ઠાર કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ આત્મઘાતી હુમલા માટે ત્રાલમાં મિટિંગ કરતા હતા. હુમલા માટે આતંકવાદીઓએ 16 જેટલી કારની ખરીદી કરી હતી. આ ગાડીઓનું રજિસ્ટ્રેશન  1990થી 1995 વચ્ચે થયું હતું. જૂના વાહનોની પસંદગી કરવાથી વાહનના માલિકની ઓળખ ન થઈ શકે. જેથી જૂના વાહનો ખરીદવામાં આવ્યા હતા.

છ આતંકવાદીઓએ ભારતમાં પ્રવેશ કર્યો હતો

પુલવામાં હુમલાને અંજામ આપવા માટે છ આતંકવાદીઓએ ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓએ હુમલો કરવા માટે મોટું કાવતરું કર્યું હતું. હુમલાને અંજામ આપવા માટે વપરાતા વાહનની ચેકલિસ્ટ નંબરને દૂર કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ પાસે હજુ પણ 20 કિલો આરડીએક્સ છે. જેના દ્વારા તે ક્યારેય પણ ભારતમાં હુમલો કરી શકે તેવો ડર છે. આ આરડીએક્સનો જથ્થો ક્યાં છે તે શોધવા માટે સેના સર્ચ કરી રહી છે.

અગાઉ જાણકારી મળી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર હુમલા દરમિયાન આરડીએક્સ ઉપયોગમાં લેવાયો હતો. હુમલામાં ઉપયોગમાં લેવાતો ઝડપી ક્ષમતા ઘરાવતો આરડીએક્સ માત્ર સંરક્ષણ દળો પાસેથી જ આવી શકે છે.

ફોરેન્સિક નિષ્ણાતોએ જાહેર કર્યું છે કે આતંકવાદીઓને પાકિસ્તાનની સેનાએ આ શક્તિશાળી આરડીએક્સ આપ્યાં હતા. નોંધપાત્ર રીતે પુલવામા આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. તપાસમાં જણાવાયું છે કે જેશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા પીથુ બેગથી આરડીએક્સ ભારતની અંદર લઈ જવામાં આવતો હતો.

Related posts

પાકિસ્તાનમાં આતંકીઓએ હોસ્પિટલને બનાવી લોન્ચ પેડ, સીમાની પાસે દેખાયા 30 આતંકી

Mansi Patel

ભાજપે મહારાષ્ટ્રમાં પડદા પાછળ સરકાર બનાવવાનું કરી દીધું છે શરૂ, સત્તત ત્રણ દિવસ સુધી કરશે આ કામ

Mayur

સુપ્રિમ કોર્ટનો મોટો નિર્ણય, હવે RTI હેઠળ આવશે ચીફ જસ્ટિસ ઓફિસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!