GSTV

ભારતનો એક એક જલવો પાક માટે ઝટકો, એવી ચાલ રમી કે પાકનાં વ્યાપારમાં 50 ટકાનો ઘટાડો

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાંથી આવતા માલાસામાન પર વેરો વધારી પાકિસ્તાની કરમ તોડી નાખી છે. ભારતે પંજાબના અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાની માલસામાનની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે ભારતની ટ્રેડ સંસ્થાના વેપારીઓએ કેન્દ્ર સરકારના આ પ્રકારના નિર્ણયને આવકાર્યો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિને અંજામ આપવા માટે મોટા પ્રમાણમાં પાકિસ્તાનમાંથી સડક માર્ગ દ્વારા નાણા મોકલાય છે. જેનો ઉપયોગ આતંકવાદી હુમલાને અંજામ આપવા કરવામાં આવે છે.

ફક્ત એટલું જ નહીં વાધા બોર્ડર સાથે ચક્કા દા બાગના રાહ-એ-મિલનનાં માર્ગે એ સાઈડનાં લોકો જે પોતાનો સામાન મોકલતા હતા એ પણ હવે ઘટાડી નાખ્યો છે. આ કારણસર જ્યારે ભારતના 35 ટ્રક વિરારનાં પુંચમાં ચક્કા દા બાગથી પાકમાં ગયા ત્યારે એ બાજુથી ફક્ત 19 ટ્રક જ આવ્યા છે. આ રીતે પીઓકેના રસ્તે થનારા કારોબારમાં પાકિસ્તાની અર્થવ્યવસ્થાને લગભગ 50 ટકા ઘટાળો આવ્યો છે.

રાજનાથસિંહે કર્યો ખુલસો

પુલવામા આતંકવાદી હુમલા પર કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે ગુરુવારે જણાવ્યું હતું કે એવો સમય આવશે કે જ્યારે લોકોની ઇચ્છાઓ અને અપેક્ષાઓ પૂરી થશે અને શંકા કુશંકા દુર થશે. દિલ્હીના વેસ્ટ ટૂ વન્ડર પાર્કના ઉદ્ઘાટનના પ્રસંગે લોકોને સંબોધતાં સિંહે કહ્યું હતું કે પુલવામા ઘટના પછી હજી પણ કોઈ મૂડ નથી કે કોઈપણ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લઈ શકીએ.

સિંહે જણાવ્યું હતું કે “પરંતુ, હું ખૂબ વિશ્વાસ ધરાવું છું અને હું તમને ખાતરી આપું છું કે સમય આવશે ત્યારે લોકોની લાગણીઓ, તેમની ઇચ્છાઓ, તેમની અપેક્ષાઓ બધું પૂર્ણ થશે.” જોકે સિંહે તેના આવેદન પર પૂરેપૂરી માહિતી આપી નહોતી.

READ ALSO

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં થશે ચર્ચા, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આપ્યું મોટું નિવેદન: શું તણાવનો આવશે અંત?

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!