GSTV

પુલવામા હુમલા બાદ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

Last Updated on February 24, 2019 by

પુલવામા હુમલા બાદ એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર  આકરા પ્રહાર કર્યા. ઓવૈસીએ જણાવ્યુ કે, જૈશ એ મહંમદનો વડો મસૂદ અઝહર શૈતાનનો ચેલો છે. જેણે આપણા 40 જવાનને મોતને ઘાટ ઉતારી આતંકવાદી હુમલાની જવાબદારી લીધી. આ લોકો જૈશ એ મહંમદ નહી પણ જૈશ એ શયાતીન છે.

ઓવૈસીએ કહ્યુ કે, પુલવામામાં કરવામાં આવેલો હુમલો પાકિસ્તાન સરકાર, પાકિસ્તાનની આર્મી અને આઈએસઆઈના ઈશારે કરવામાં આવ્યો.ઓવૈસીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર નિશાન સાધતા કહ્યુ કે, પુલવામામાં હુમલો કરવો પ્લાન પાકિસ્તાન સરકાર અને સેના દ્વારા પ્લાન કરવામાં આવ્યો.

શરાફતની વાત કરતા ઈમરાન ખાન હવે બે મોઢાની વાત કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાન શહીદ થયા હતા. જે બાદ આ હુમલાની જવાબદારી જૈશ એ મહંમદે લીધી હતી.

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!