શહીદ શિવચંદ્રનના બે વર્ષના દિકરાએ પિતાની યુનિફોર્મ પહેરી કર્યું સેલ્યુટ

સીઆરપીએફના શહીદ જવાન સી.શિવચંદ્રનના બે વર્ષના દિકરા શિવમૂનિયન એ સમયે બધાને તાકી તાકીને જોઈ રહ્યો હતો જ્યારે તેના પિતાને લોકો શ્રદ્ધાંજલી આપી રહ્યા હતા. શહીદની અંતિમ યાત્રામાં સામિલ થવા માટે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પર હાજર રહ્યા હતા. શિવમુનિયનને કદાચ ખબર નહોતી કે તિરંગામાં લપેટેલા તાબુતને કિસ અને સેલ્યુટ શું કરવા કરવામાં આવી રહ્યા છે.

તો બીજી તરફ શિવમુનિયનની માં ગાંધીમથી બીજી વખત ગર્ભવતી છે. તેણે દિકરાને પિતાની વર્દી પહેરાવી અને ખોળામાં લઈ લીધો. સી શિવચંદ્રન સીઆરપીએફના એ કાફિલામાં હતા જેના પર આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો. શહીદ તમિલનાડુના અરિયાલૂ જિલ્લામાં પૂરા રાજકીય સમ્માનની સાથે શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

શહીદનો આ દિકરો હવે હંમેશા પોતાના પિતાને તસવીરમાં યાદ રાખશે. તો સિલ્ક સાડી પહેરેલી ગાંધીમથીને સંભાળવી ખૂબ મુશ્કેલ હતી. તેમના પતિ ગત્ત શનિવારે જ જમ્મુ-કાશ્મીરની પોસ્ટિંગ પર પરત ફર્યા હતા. રજાઓનો ઉપયોગ તેમણે સબરીમાલાની તીર્થ યાત્રા માટે કર્યો હતો.

જણાવી દઈએ કે ગાંધીમથી એક પ્રશિક્ષિત નર્સ છે. તેમનો પરિવાર અને સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે કે સરકાર તેને સુરક્ષિત નોકરી આપે. તમિલનાડુ સરકારે ઘોષણા પણ કરી છે કે શહીદના પરિવારને તેઓ 20 લાખ રૂપિયા આપશે. અને પરિવારના એક સદસ્યને સરકારી નોકરી આપશે. શિવચંદ્રનના પિતા જે કંઈ બન્યું તેના પર વિશ્વાસ નથી કરી શકતા. બે વર્ષ પહેલા તેમણે ચૈન્નઈમાં કાર્યસ્થળે થયેલી દુર્ઘટનામાં પોતાના નાના દિકરાને ગુમાવ્યો હતો અને હવે મોટો દિકરો શહીદ થયો છે. જેથી તેઓ નિરાધાર બન્યા છે.

શહીદ પિતાએ પોતાના દિકરાની જૂની વર્દી પહેરેલી હતી. બીજી તરફ શહીદ જવાનની બહેન જયચિત્રા બેઠેલી હતી. જેના ગાલ પર સત્તત આંસુઓની ધારા વહી રહી હતી. જયચિત્રાને બોલવા અને સાંભળવામાં પરેશાની છે. તેમનો ભાઈ તેમની તમામ જરૂરતનું ધ્યાન રાખતો હતો. એક સંબંધીએ કહ્યું કે, તેનું ભવિષ્ય અંધકારમય નજર આવી રહ્યું છે. શિવચંદ્રન પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે કામ કરી રહ્યા હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter