પાકિસ્તાનની તરફેણ કરવી પડી ભારે, ‘કપિલ શર્મા શૉ’માંથી નવજોત સિંહ સિદ્ધુની હકાલપટ્ટી

પુલમામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થવા પર નવજોત સિંહ સિદ્ધુએ આપેલુ એક નિવેદન તેમની પર જ ભારે પડી ગયુ છે. ટીવી ચેનલ દ્વારા સિદ્ધુની ધ કપિલ શર્મા શોમાંથી હકાલપટ્ટી કરાઇ છે. સિદ્ધુની જગ્યાએ હવે, અર્ચના પૂરણ સિંહ નજર આવશે.  ખુદ અર્ચનાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે તેણે શૉના બે એપિસોડનું શુટિંગ કરી લીધું છે.

બીજી બાજુ સિદ્ધુના આ નિવેદન બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિદ્ધૂને કપિલ શર્મના ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’માંથી હાંકી કાઢવાની માંગણી ઉઠી રહી છે. એટલું જ નહીં આ માંગણી એટલી આક્રમક બની છે કે, જો સિદ્ધુને હાંકી કાઢવામાં ના આવે તો આ શો નો જ બોયકોટ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી.

સોશિયલ મીડિયા પર કપિલ શર્માના શોમાંથી સિદ્ધૂને હાંકી કાઢવાની માંગણી તો કરવામાં જ આવી સાથો સાથે અનેક પોસ્ટ અને અનેક પ્રકારની કોમેન્ટો પણ કરવામાં આવી રહી છે. લોકોએ સિદ્ધુને હાંકી કાઢવા માટે સોની એન્ટરટેન્મેન્ટને પણ અપીલ કરી છે. આ માંગણીને લઈને લોકો એટલા તો સક્રિય થયા છે કે બોયકોટ કપિલ શર્મા શો ટ્વિટર પર ટ્રેંડ પણ કરવા લાગ્યો છે.

ઉલ્લેખનિય છે કે, પુલવામાં હુમલા પર સિદ્ધુએ કહ્યુ હતુ કે, આતંકવાદીઓનો કોઇ દેશ નથી હોતો. તેમણે મુઠ્ઠીભર લોકો માટે પૂરા દેશને જવાબદાર કેવી રીતે ગણી શકાય પ્રકારના નિવેદન આપ્યા હતા. જેના પગલે સિદ્ધુની હકાલપટ્ટી કરાઇ હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter