GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

40 કિલો વિસ્ફોટકો ભરેલી કાર આ આતંકવાદીની નીકળી, 400 સૈનિકોને મોતને ઘાટ ઉતારવાનું હતું કાવતરૂ

વિસ્ફોટકો

કાશ્મીરના પુલવામામાં 40 કિલો વિસ્ફોટકો સાથે ગઈકાલે મળેલી કાર હિઝબુલ મુઝાહિદ્દીનના આંતકીની હોવાનો પર્દાફાશ થયો છે. પુલવામા પાર્ટ 2માં 400 જવાનોને આ કારના વિસ્ફોટકોથી નિશાન બનાવવાનું કાવતરું સુરક્ષાદળો અને પોલીસે નિષ્ફળ બનાવ્યા બાદ આ સફેદ કાર કોની છે તેની તપાસ પોલીસે શરુ કરી હતી.

કાવતરા

કાવતરામાં જૈશ એ મહોમ્મદની પણ સંડોવણી

આ કાર કાશ્મીરના શોપિંયા જિલ્લાના રહેવાસી હિદાયતુલ્લા મલિકની હોવાનું બહાર આવ્યું છે. જે હિઝબુલ મુઝાબિદ્દીનનો આતંકી છે. 2019થી તે કાશ્મીરમાં આતંકવાદ ફેલાવી રહ્યો છે.આમ આ કાવતરામાં જૈશ એ મહોમ્મદ અને હિઝબુલ મુઝાહિદ્દીનની સંડોવણી હોવાનું પણ સાબિત થયું છે.

40 કિલો વિસ્ફોટક મળી આવ્યા

ગઈકાલે આ કારને અટકાવવાનો પ્રયાસ પોલીસે કર્યો ત્યારે તેમાં બેઠેલા આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું અને કાર મુકીને નાસી ગયા હતા. જેમાંથી 40 કિલો વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ વિસ્ફોટકોને સુરક્ષાદળોએ પાછળથી નિષ્ક્રિય બનાવ્યા હતા. કાર પરની નંબર પ્લેટ પણ ટુ વ્હીલરની હોવાનું બહાર આવ્યુ હતુ .જોકે પોલીસે કારના મૂળ સુધી પહોંચવામાં આજે સફળતા મેળવી છે.

Read Also

Related posts

રાજસ્થાનમાં ધરા ધ્રૂજી: અલવરમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી સુધી અનુભવાયા આંચકા

Bansari

દુનિયાભરમાં નિયંત્રણ બહાર કોરોના, 1.11 કરોડ લોકો થયા કોરોના વાયરસથી સંક્રમિત

Bansari

424 કરોડના બેન્ક ફ્રોડ મામલે બુલંદ શહેરની કંપનીમાં CBIના દરોડા, મચ્યો હડકંપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!