શહીદોના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે આ ખેલાડી, ઉપાડશે શિક્ષણનો ખર્ચ

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આ ભીષણ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા તથા અનેક ગંભીર રીતે ઘાયલ થયાં છે.

સહેવાગને શનિવારે ટ્વિટ કર્યુ કે, અમે શહીદો માટે કંઇપણ કરીએ તો તે છુ છે. પરંતુ પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના બાળકોનો અભ્યાસ ઝજ્જર સ્થિત સહેવાગ શાળામાં હું સંપૂર્ણ ખર્ચ ઉપાડવાનો પ્રસ્તાવ મુકુ છુ. સૌભાગ્ય હશે.

સ્ટાર બોક્સર વિજેન્દ્ર સિંહે પણ પોતાની એક મહિનાની સેલરી શહિદોના પરિવારો માટે દાનમાં આપી છે. વિજેન્દ્ર સિંહ હરિયાણા પોલીસમાં કાર્યરત છે. ઓલંપિક પદક વિજેતાએ જણાવ્યું કે, હું એક મહિનાનું વેતન પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે દાન કરવા માગુ છું અને ઇચ્છુ છું કે સૈકોઇ તેમના પરિવારની મદદ માટે આગળ આવે. આ આપણી નૈતિક ફરજ છે કે આપણે તેમની સાથે ઉભા રહીએ અને તેમના બલિદાન પર ગર્વ અનુભવીએ. જય હિન્દ.

ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેને પહેલા પણ ટ્વીટ કર્યુ હતું કે, જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફ જવાનો પર થયેલા આ કાયરતાપૂર્ણ હુમલાથી દુખ થયુ. તેમાં આપણા વીર જવાન શહીદ થયા. દુખ વ્યક્ત કરવા માટે શબ્દો નથી. આશા રાખુ છું કે ઘાયલ જવાન જલ્દી સ્વસ્થ થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter