શહિદ જવાનનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ગુંજી ઉઠ્યો ભારત માતાનો જયજયકાર

પુલવામાના આતંકુ હુમલામાં શહીદ થયેલા શામલીના અમિતકુમાર કોરીનો પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચતા જ ભારત માતાનો જયજયકાર ગુંજી ઉઠ્યો. તમામ ગ્રામજનોએ શહીદ અમિતકુમારને અશ્રુભરી શ્રદ્ધાંજલિ સમર્પિત કરી. આ પ્રસંગે પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહ તેમજ અન્ય નેતાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે શહીદ અમિતકુમારની અંતિમવિધિ કરવામાં આવી.

અમિતના પરિવારજનોએ શહીદ સ્મારક બનાવવા માટે જમીન ફાળવવાની માંગણી કરી. જેને સરકારે ગ્રાહ્ય રાખી છે. અમિતકુમારની શહીદી બાદ લોકોમાં ભારે દુઃખ અને ગુસ્સો છે. ગ્રામજનોનું કહેવું છે કે અત્યાર સુધી આપણે બહું સહન કર્યું છે. હવે સરકારે આતંકવાદીઓ અને તેના આકાઓ સામે આરપારની લડાઇ લડવી જોઇએ.

તો બીજી તરફ પુલવામાના આતંકુ હુમલામાં ઉત્તર પ્રદેશના મહારાજગંજના પંકજ ત્રિપાઠી પણ શહીદ થયા. શહીદ પંકજ ત્રિપાઠીને આખરી વિદાય આપવા જબલપુરના મુખ્ય માર્ગો પર હકડેઠઠ મેદની ઉમટી પડી હતી. અંતિમ યાત્રામાં ઉપસ્થિત લોકોએ હાથમાં તિરંગા સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પંકજ ત્રિપાઠી અમર રહેના નારા સાથે વાતાવરણ ગજવી મુક્યું હતું.

પંકજ ત્રિપાઠીના પિતાએ જણાવ્યું કે પંકજના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા અને તેમને ચાર વર્ષનો એક પુત્ર પણ છે. પંકજ તાજેતરમાં જ રજા પર ઘરે આવ્યા હતા અને ચાર દિવસ પહેલા જ ડ્યુટી જોઇન કરી હતી. પરંતુ પુલવામા હુમલામાં પંકજ શહીદ થયા હોવાના સમાચાર મળતા જ પંકજના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter