GSTV
Home » News » આતંકવાદીઓને ઘરમાં ઘુસીને ઉડાવી દીધા… અને હવે પાકિસ્તાની મંત્રાલય બેઠકો કરતું રહી ગયું

આતંકવાદીઓને ઘરમાં ઘુસીને ઉડાવી દીધા… અને હવે પાકિસ્તાની મંત્રાલય બેઠકો કરતું રહી ગયું

પુલવામા હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહીને અંજામ આપતાં પીઓકેમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આશરે 10 ઠેકાણાઓને તાબહ કરી નાંખ્યા. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલા પછી, આઇએએફએ મોટી કામગીરી કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાના 24 કલાકની અંદર મોટી કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો.

વડા પ્રધાન મોદીએ આતંકવાદી સંગઠનનો ખાતમો કરવાનો આદેશ આપ્યો હતો. માહિતી અનુસાર, ભારતીય હવાઇ દળ સોમવારે પીઓકેમાં ઘૂસી ગયું હતું અને 12 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરાયો હતો. પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાન અધિકૃક કાશ્મીરમાં ચાલી રહેલા આંતકી કેમ્પોને નિશાન બનાવતાં બોમ્બમારો કર્યો હતો.

પાકિસ્તાને બોલાવી મંત્રાલયની બેઠક

પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૌશીએ વિદેશ મંત્રાલયની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભારતીય વાયુસેનાની તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે તેના પર મંથન કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર ભારતીય એર ફોર્સના 12 મિરાજ 2000 વિમાનોએ જૈશના આતંકી 12 ઠેકાણાઓ પર 1000 કિલોથી વધુ વિસ્ફોટકની બોમ્બમારો કર્યો. ભારતીય વાયુસેનાએ આજે મંગળવારે સવારે 3.30 કલાકે આ બોમ્બમારો કર્યો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ તબાદ કરી નાંખ્યા છે. પુલવામા હુમલા બાદ થયેલા આ કાર્યવાહીને પાકિસ્તાને પણ સ્વીકારી છે.

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ યથાવત છે. ત્યારે ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય ત્યારે પાકિસ્તાન તરફથી ભારત પર વધુ એક આરોપ લગાવવામાં આવ્યો છે. ઈન્ડિયન એરફોર્સના વિમાન એલઓસી પાક કરીને પીઓકેમાં  ઘુસ્યા હોવાનો આરોપ પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ લગાવ્યો છે. જોકે પાકિસ્તાની સેનાના આ આરોપ પર ભારતીય સેના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.


ખૂદ પાકનાં વિદેશી મંત્રીઓએ ઈમરાનને ચેતવ્યા, કહ્યું કે મુંબઈ હુમલાની જેમ શાંતિ નહી રહે પૂરેપૂરી તૈયારી રાખજો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને જોતાં પાકિસ્તાનના ત્રણ ભૂતપૂર્વ વિદેશી સચિવોએ તેમની સરકારને ચેતવણી આપી છે કે તેઓ ભારત તરફથી ગમે ત્યારે આક્રમક કાર્યવાહી થઈ શકે છે એની સાથે નીપટવાની પૂરેપૂરી તૈયારી રાખે. કારણ કે આ વખતે ભારત શાંત બેસે એવું લાગતું નથી.

એક પાકિસ્તાની અખબારમાં પ્રકાશિત મુજબ ત્રણ ભૂતપૂર્વ વિદેશી સચિવ રિયાઝ હુસૈન ખોખર, રિયાઝ મોહમ્મદ ખાન અને ઈનામુલ હકએ મીડિયા, રાજકીય નેતૃત્વ, ગુપ્ત માહિતી સંસ્થાઓ અને પાકિસ્તાનના લોકોને અપીલ કરી છે કે તેઓ ભયાનક વાતાવરણની તૈયારીમાં રહે. વાતાવરણને સંતુલન કરવાનું અને પોતાને શાંતિથી પગલા લેવા માટે જવાબદારી સૌ કોઈ સંભાળો.

ભારતે આજે પાકને બરોબરનો પાઠ ભણાવ્યો છે. અને જોરદાર બદલો લીધો છે. તેમજ આ પહેલાનો હુમલો એટલે કે ઉરીનો હુમલો કે જ્યારે નાપાક પાકને એવો અહેસાસ થયો હતો કે હવે ભારત ચૂપ નહીં બેસે. અને ઉલ્લેખનીય છે કે ઉરી વખતે ભારતે 13 દિવસ પછી જ હુમલો લીધો હતો અને નાપાક પાકને જવાબ આપ્યો હતો.લગભગ આતંકીનાં અડ્ડા સાફ કરી નાખ્યાં હતા. અને આ વખતે ભારતે 12 દિવસ પછી પુલવામાંનો બદલો લીધો છે. એટલે કે એક વખત બારમું અને આ વખત તેરમુું કરી નાખ્યું.

આજે પુલવામા આતંકવાદી હુમલામાં 12 દિવસો થયા છે અને આજે પાકિસ્તાનની ડરપોક હરકતને અંજામ આપવા માટે ભારતનાં 12 લડાયક વિમાનોએ પાકિસ્તાનને વળતી પ્રતિક્રિયા આપી છે. આજ સવારે ભારતીય હવાઇ દળે એલઓસીને પાર કરી અને આતંકવાદી કેમ્પને ઉડાવી દીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવ્યું છે કે એરફોર્સ એરક્રાફ્ટ આતંકવાદી કેમ્પ પર 1,000 કિલોગ્રામ બોમ્બ ફેંક્યા હતા. જેમાં આતંકવાદી કેમ્પ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા હતા.

પુલવામા હુમલા બાદ ભારતે આતંકવાદીઓ સામે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય હવાઇ દળના સૂત્રોએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ્સે ગઇકાલે લાઈન કંટ્રોલમાં આતંકવાદી કેમ્પ પર આશરે 1,000 કિલોગ્રામ બોમ્બ ફેંક્યા હતા.

તેમણે એમ પણ કહ્યું કે આ હુમલામાં 200-300 આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના પાંચ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ હુમલા બાદ, ભારત-પાક સરહદ પર તણાવ વધવાની સંભાવના છે, જે સરહદ પર પોસ્ટ કરવામાં આવેલી તમામ સુરક્ષા દળોને ચેતવણી આપી છે.

પુલવામાં થયેલા આંતકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ સવારમાં 3.30 વાગ્યે કાર્યવાહી કરી જડબા તોડ જવાબ આપ્યો છે. ભારતીય એરફોર્સે ઘણા મોટા વિમાનો સાથે એલઓસી પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીરમાં કાર્યવાહી કરી હતી. વાયુસેનાએ આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કર્યા છે. સુત્રોની માનવામાં આવે તો પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદના આતંકી લોન્ચ પેડને તબાહ કર્યા હતા. અહીં ત્રણે જગ્યાએ જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તબાહ કરી નાખ્યા.

Read Also

Related posts

માછીમાર સમાજના આગેવાનોએ સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah

કાર ચાલકે કાબુ ગુમાવતા કપડા ધોતી ત્રણ મહિલાને મારી ટક્કર. કાર તળાવમાં ખાબકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!