પુલવામા આતંકવાદી હુમલા પર સરકારે ભર્યા પગલા, 7ની ધરપકડ કરી શરૂ કરી પૂછપરછ

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલા પર સરકારે કાર્યવાહી કરવાનુ શરૂ કર્યુ છે. આતંકવાદી હુમલાના સંદર્ભમાં પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીર પોલીસે આત્મઘાતી હુમલાના ષડયંત્રમાં સામેલ થવાની આશંકામાં પુલવામા અને અવંતીપુરાથી આ લોકોની ધરપકડ કરી છે. અહીં જણાવવાનુ કે આ આતંકી હુમલામાં 44 સીઆરપીએફના જવાન શહીદ થયા હતા, જ્યારે 38 લોકો ઘાયલ થયા છે. આ હુમલો ત્યારે થયો હતો જ્યારે જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદી આદિલ ડારે 350 કિલો વિસ્ફોટકથી ભરેલી કારને સીઆરપીએફની બસ સાથે અથડાવી હતી.

માસ્ટર માઈન્ડ પાકિસ્તાની નાગરિક કામરાન

માહિતી મુજબ આશંકા છે કે પુલવામા આતંકી હુમલાનુ ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ બીજુ કોઈ નહીં, પરંતુ એક પાકિસ્તાની નાગરિક કામરાન છે. કામરાન આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સક્રિય સભ્ય છે. જણાવાઈ રહ્યું છે કે કામરાન છેલ્લા ઘણા સમયથી દક્ષિણ કાશ્મીરના પુલવામા અને અવંતીપુરામાં આતંકી ગતિવિધિઓને અંજામ આપી રહ્યો છે. તો હુમલાવરની ઓળખ આદિલ અહમદના રૂપમાં કરવામાં આવી છે. આદિલ પુલવામાના કાકાપુરા વિસ્તારમાં રહે છે. આદિલ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ જૈશનો સભ્ય બન્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આતંકી હુમલાની યોજના દક્ષિણ કાશ્મીરના ત્રાલ વિસ્તારની મિદૂરામાં બનાવવામાં આવી હતી.

હવે પોલીસ જૈશના એવા સભ્યની તપાસમાં જોડાયેલી છે, જેણે વિસ્ફોટની ગોઠવણ કરવામાં ડારની મદદ કરી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં દરેક પાર્ટીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પુલવામા હુમલાને લઇને આગળની રણનીતિ બનાવી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter