પરેશ રાવલે સિદ્ધુના ખભે બંદૂક રાખી કોંગ્રેસ પર ફોડી કહ્યું, ‘સોની ટીવી સોનિયા કરતા વધુ સમજદાર છે’

કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ નવજોત સિંહ સિદ્ધુના નિવેદનના કારણે તેઓ ફસાયા છે. જેના કારણે તેમને કપિલ શર્માનો શો છોડવાનો વારો આવ્યો છે. આ વિરોધ અત્યારે રોકાવાનું નામ નથી લઈ રહ્યો. પંજાબમાં આજે ભાજપના કાર્યકર્તાઓએ સિદ્ધુને આડેહાથ લેતા કહ્યું હતું કે, તેમને પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ. સોશિયલ મીડિયા પર પણ નવજોત સિંહ સિદ્ધુ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર બોયકોટ સિદ્ધુ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોની માંગ હતી કે સિદ્ધુ કપિલ શર્માનો શો છોડી દે અને તેમને છોડવો પણ પડ્યો જેમની જગ્યાએ અર્ચના પૂરણ હવે આ શોનું હોસ્ટ પદ સંભાળશે.

આ સમગ્ર ઘટનાને લઈને ફિલ્મ અભિનેતા અને સાંસદ પરેશ રાવલે કહ્યું હતું કે, સોની ટીવી પાસે સોનિયા ગાંધી કરતા વધારે સમજદારી છે. જેના કારણે તેમણે કોંગ્રેસ પર નિશાનો સાધ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સિદ્ધુ હાલ કોંગ્રેસમાં છે અને તેમના વિવાદાસ્પદ નિવેદન બાદ પણ કોંગ્રેસે કોઈ પગલું નહોતું ભર્યું. પરેશ રાવલે ટ્વીટર પર આ ઘટનાને ઉદ્દેશી લખ્યું હતું કે, સોની ટીવી પાસે સોનિયા ગાંધી કરતા વધારે સમજદારી છે.

પંજાબ સરકારમાં મંત્રી તરીકેનું પદ ભોગવી રહેલા અને ધ કપિલ શર્મા શોના નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે આ કાયરતાપૂર્ણ હરકત છે. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે, આતંકવાદનો કોઈ દેશ કે કોઈ ધર્મ નથી હોતો અને ન આતંકવાદીઓની જાતિ હોય છે. સિદ્ધુના આ નિવેદન બાદ દેશભરમાં તેનો વિરોધ થયો હતો જેમાં પરેશ રાવલ પણ કુદી પડ્યા હતા અને સિદ્ધુ પર પ્રહાર કરતા આડકતરો સોનિયા ગાંધી પર પણ પ્રહાર કરી દીધો હતો.

ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામાના અવંતીપૂરામાં સીઆરપીએફ કાફિલા પર હુમલો થયો હતો. આતંકી હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. બપોરે 3 વાગીને 37 મિનિટે સીઆરપીએફના કાફિલા પર ફિદાયીન દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જે પછી પ્રધાનમંત્રીએ આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે આર્મીને છુટ્ટો દોર આપી દીધો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter