GSTV
Home » News » સરકારે લીધા આ પાંચ મોટા નિર્ણય, મોદીએ આતંકવાદ વિરૂદ્ધ છેડી ખુલ્લી જંગ

સરકારે લીધા આ પાંચ મોટા નિર્ણય, મોદીએ આતંકવાદ વિરૂદ્ધ છેડી ખુલ્લી જંગ

modi election rally

જમ્મુ- કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પર કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કરવામાં આવેલી સુરક્ષા મામલેની કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લેવામાં આવશે.

CCSની બેઠકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, નાણાં પ્રધાન અરુણ જેટલી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ હાજર હતા. આ બેઠકમાં મુખ્ય નિર્ણયો લેવાયા છે…

  • પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લેવામાં આવ્યો છે. એટલે કે, અત્યાર સુધી પાકિસ્તાને ભારત સાથે વેપારમાં ડિસ્કાઉન્ટ મળતુ હતું તે બંધ થઈ જશે.
  • વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને અલગ કરવા તમામ દેશો સાથે વાત કરશે. વિશ્વ સ્તરે પાકિસ્તાનના આતંકવાદનો ચહેરો ખુલ્લો મૂકવામાં આવશે.
  • 1986માં ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદના પરિભાષા બદલવા માટે જે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો તેને પાસ કરવા માટે પૂરી કોશિશ કરવામાં આવશે. આ પ્રસ્તાવને પાસ કરવા માટે અન્ય દેશો પર દબાવ કરવામાં આવશે.
  • ગૃહ મંત્રી રાજનાથ સિંહ શનિવારે સર્વદલીય બેઠક કરશે, આ બેઠકમાં રાજનાથ સિંહ પુલવામા હુમલા પર વિપક્ષી પાર્ટીઓ સાથે વિસ્તારથી ચર્ચા કરશે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ છેડી દીધુ છે. તેમણે કહ્યું કે આતંકવાદ મોટી ભુલ કરી ચુક્યા છે તેમને સેનાને ખુલી છુટ આપી છે.

પાકિસ્તાનનો દરજ્જો પરત

દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પુલાવમામાં થયેલા આતંકવાદી હુમલા અંગે સમીક્ષા કરવામાં આવી. બેઠક બાદ નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યુ હતુ કે, હુમલામાં શહીદ થયેલા જવાનો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ. બેઠકમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલુ પાડવા તમામ તૈયારી કરવાની રણનીતિ ઘડવામાં આવી. આ ઉપરાંત પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવરીટ નેશનનો દરજ્જો પરત લેવામાં આવશે. અરૂણ જેટલીએ વધુમાં જણાવ્યુ કે, જેણે આતંકી હુમલો કર્યો છે. અને હુમલામાં માં મદદ કરનારને મોટી કિંમત ચુકવવી પડશે. અરૂણ જેટલીએ કહ્યુ કે, આવતી કાલે તમામ પાર્ટીની બેઠક બોલાવાવમાં આવી છે. 

Read Also

Related posts

ગુરૂ બંધુ નાના ભાઇની વ્હારે આવ્યા! મુકેશ અંબાણી અનિલની કંપની RCom ખરીદે તેવી શક્યતા

Riyaz Parmar

હાફિઝની ધરપકડ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આપ્યુ પોતાનુ નિવેદન

Kaushik Bavishi

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!