GSTV
Home » News » VIDEO : શહીદોનું લોહી વહ્યું અને દેશનું ઉકળ્યું, આજે રાજ્યભરમાં બંધ તો ક્યાંક આવી મદદ

VIDEO : શહીદોનું લોહી વહ્યું અને દેશનું ઉકળ્યું, આજે રાજ્યભરમાં બંધ તો ક્યાંક આવી મદદ

પુલવામાં આતંકી હુમલાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છે અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને લઇને સરકારે સર્વપક્ષીય બેઠક યોજી છે. ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિપક્ષની પાર્ટીઓને પુલવામાના આતંકી હુમલા અંગે જાણકારી આપવામાં આવી છે.  સાથે જ હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાં વિશે પણ અવગત કરાવવામાં આવ્યા હતા.

અમદાવાદ

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતેના આતંકી હુમલામાં શહીદોને સમગ્ર દેશ સલામ કરે છે. તો શહીદોના પરિવારજનોને આર્થિક મદદ કરવા માટે પણ સૌ કોઈ તત્પરતા દર્શાવી છે. ત્યારે અમદાવાદના એક ચા વાળો પણ શહીદોના પરિવારજનોને આર્થિક મદદ માટે આગળ આવ્યો છે. તેણે એક દિવસની તમામ કમાણી શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને આપવાનું નક્કી કર્યુ છે.

તો આ તરફ અમદાવાદના જાણીતા કાપડ બજાર ઢાલગર વાડના વેપારીઓએ પણ સ્વયંભૂ બંધ પાળ્યો છે અને હવે સેના આતંકીઓ જડબાતોડ જવાબ આપે તેવી માંગ વેપારી આલમમાં ઉઠી છે. તેઓના મતે અત્યાર સુધી આતંકીઓ નિર્દોષ લોકોનું લોહી વહેવડાવતા હતા. જોકે હવ તેઓ દેશના ઝાંબાજ જવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે. તેને લને પણ વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી.

પાટણ

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં થયેલ આતંકી હુમલાનો સખ્ત વિરોધ નોંધાવ્યો છે અને પોતાનો ગુસ્સો તથા શહીદો પ્રત્યે લાગણી દર્શાવવા માટે પાટણના વેપારીઓએ ધંધા વેપાર બંધ  રાખ્યા છે. સરકારને વેપારીઓએ કડક પગલા લેવાની માગ પણ કરી હતી.

કેશોદ

પુલવામા હુમલાના વિરોધમા આજે કેશોદ બંધ પાળવામા આવ્યો. આ બંધ કેશોદ વ્યાપારી મહામંડળ દ્વારા આપવામાં આવ્યું છે. સવારે 10 કલાકે ચારચોક ખાતે CRPF ના શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવામા આવશે.

અરવલ્લી

અરવલ્લીના શામળાજીમાં પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. પુલવામા આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ સજ્જડ બંદ પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

મોડાસા

મોડાસાના વેપારીઓએ પુલવામા આતંકી હુમલાના વિરોધમા બંધનું એલાન આપતા વેપાર ધંધા બંધ રાખ્યા છે. હુમલાના વિરોધમા વેપારીઓએ સજ્જડ બંધ પાડી શહીદોને શ્રધાંજલિ આપી હતી.

મહેસાણા

મહેસાણાના સ્થાનિકોએ શહિદ જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. લોકોએ જિલ્લામાં ઠેર ઠેર કેન્ડલ માર્ચ સહિત શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજયા હતા. મહેસાણા બહુચરાજી ઊંઝા સહિત તાલુકામાં લોકો એ આજે હુમલાનો વિરોધ નોંધાવતા સ્વયંભૂ બંધ પાળ્યો હતો.

સાબરકાંઠા

પુલવામાં આતંકી હુમલાના મામલે સાબરકાંઠામાં સજ્જડ બંધ પળાયો. શહિદોને શ્રદ્ધાંજલિ આપવા સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકો બંઘ રાખવામા આવ્યા. ઇડર, વડાલી, પોશીના, ખેડબ્રહ્મા વિજયનગર સજ્જડ બંધ રહ્યા. સ્થાનિક વેપારીઓએ સ્વયંભુ બંધ પાળીને આતંકી હુમલા સામે વિરોધ નોંધાવ્યો.

સુરત

પુલવામા ખાતે આતંકી હુમલાના વિરોધમાં સુરતમાં વેપારીઓએ બંધ પાળ્યો છે. ટેક્સટાઈલ હબ ગણાતા સુરતના તમ્મ ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સ્વયંભૂ બંધ પાળ્યો છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ શહીદ પરિવારો માટે વેપારીઓએ ફંડ પણ એકત્ર કર્યુ છે.

ડીસા

ડીસા માં વિદ્યાર્થીઓએ શહીદ જવાનોને  શ્રદ્ધાંજલિ આપી. પુલવામાં આતંકી હુમલામાં શહીદ જવાનોને  શ્રદ્ધાંજલિ આપવા સાથેસાથે વિધ્યાર્થીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા. ડીસા શહેરમાં તમામ શાળાના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપતા બે મિનીટનું મૌન પણ પાળ્યુ હતુ.

રાજકોટ

રાજકોટમાં આજે સોની બજાર બંધ રાખવમા આવ્યું છે. નગરના પેલેસ રોડ સોની બજાર સહિતની સમગ્ર બજારો બંધ રહ્યા છે. લગભગ એક હજાર સોની વેપારીઓ આજે એક દિવસ માટે બંધ પાળશે. વીર શહીદોના સન્માન માં એક દિવસ માટે વેપારીઓની સાથે કારીગરો એ પણ બંધ પાળતા સરકારને પાકિસ્તાન સામે ઉગ્ર પગલા લેવાની માગ કરી હતી.

સુરેન્દ્રનગર

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતેના આતંકી હુમલા વિરોધમાં સુરેન્દ્રનગરમાં પણ બંધ પાળવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણના શહેરો સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યા છે. દુકાનદારો અને વેપારીઓ સ્વયંભૂ બંધ પાળીને આતંકવાદી હુમલા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

બનાસકાંઠા

બનાસકાંઠાના ધાનેરામાં વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખીને આતંકવાદી હુમલાનો વિરોધ નોંધાવ્યો છે.વેપારીઓએ વિશાળ રેલી યોજી આતંકવાદ તેમજ પાકિસ્તાનની વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાકિસ્તાન સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી.

Related posts

મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

Alpesh karena

VIDEO: ભાજપના પ્રવક્તા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, કોઈ ચપ્પલનો ઘા કરીને ભાગી ગયું!

Alpesh karena

80 ટકા આદિવાસી મતદાતા જેનો ગઢ છે એને જીતાડશે કે પછી બીજી પાર્ટી પર વિશ્વાસ મુકશે?

Alpesh karena