પુલવામા હુમલોઃ ગુજરાત ભાજપ દ્વારા શહીદોના પરિવાર માટે કુલ રૂપિયા….નું ફંડ એકઠું કરાશે

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા શહીદોના પરિવારોને ગુજરાત ભાજપ એક કરોડની સહાય કરશે. ગુજરાત ભાજપના દરેક ધારાસભ્ય 51 હજાર રૂપિયા આપશે અને બાકીનું ફંડ ભાજપ એકઠું કરી એક કરોડની સહાય કરશે. વિધાનસભામાં ભાજપના સો ધારાસભ્યો છે એટલે તેમની પાસેથી 51 લાખ ઉઘરાવાશે અને બાકીના 49 લાખનો ફાળો ભાજપના નેતા, કાર્યકરો અને લોકો પાસેથી એકઠો કરાશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં શહીદોના માનમાં બે મિનિટ મૌન પળાયું હતું. જે બાદ શહીદોને સહાય કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત આવતીકાલથી વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ થઈ રહ્યો છે.

તે પહેલા ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બજેટ સત્ર દરમ્યાન સરકારની રણનીતિની ચર્ચા કરવામાં આવી. સરકારે કરેલા પ્રજાલક્ષી કાર્યોની વિગત સવાલોના જવાબ રૂપે વિધાનસભા ગૃહમાં રાખવાની શાસક પક્ષની પ્રાથમિકતા રહેશે. શોક ઠરાવ, પેપરલીક કાંડ, ખેડૂત, ભાજપનું કૉંગ્રેસીકરણ, ખરીદ વેચાણનાં આક્ષેપો, આતંકી ઘટના વગેરે પર કૉંગ્રેસનાં આક્રમક પ્રહારો પર જવાબ કેમ આપવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter