GSTV
Home » News » અહીં મોદીએ કર્યુ એલાન-એ-જંગ, ત્યાં કાશ્મીરમાં શરૂ થયું ગ્રાઉન્ડ એક્શન… 5ની ધરપકડ

અહીં મોદીએ કર્યુ એલાન-એ-જંગ, ત્યાં કાશ્મીરમાં શરૂ થયું ગ્રાઉન્ડ એક્શન… 5ની ધરપકડ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાબળ હરકતમાં આવી ગયું છે. શુક્રવાર સવારથી જ સુરક્ષાબળોની તરફથી પુલવામાની આસ-પાસના ગાંમમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનીક પોલીસે હજુ સુધી 5 યુવકોની ધરપકડ કરી લીધી છે. આ યુવકોની જમ્મુ-કાશ્મીરના બે ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. જોકે પુલવામા હુમલા બાદ ધાટીમાં હજુ સેના સીઆરપીએફ અને અન્ય સુરક્ષાબળોના કાફલાની અવર જવર પર રોક લગાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનોમાં ચોખ્ખુ કહી દીધુ હતુ કે તેમણે સુરક્ષાબળોને ખુલી છુટ આપી દીધી છે. સુરક્ષાબળ આતંકવાદીઓ પર એક્શન કરવા માટે કોઈ પણ મોટો નિર્ણય લઈ શકે છે.

મહત્વનું છે કે પુલવામામાં ગુરવારે આતંકી હુમલામાં 37 જવાન શહીદ થયા છે. ત્યાર બાદથી જ લોકોમાં ગુસ્સો છે. ગુરુવારે સાંજે આતંકી હુમલા બાદથી જ સુરક્ષાબળની આસ-પાસના લગભગ 15 ગાંમમાં મોટું સર્ચ આપરેશન ચલાવ્યું હતું.

શુક્રવારે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સુરક્ષા મામલે કેબિનેટ સમિતિની બેઠક થઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં પણ જણાવ્યું કે આતંકવાદીઓ ખૂબ મોટી ભુલ કરી દીધી છે.

ગુરુવારે જેશ એ મોહમ્મદના આતંકી આદિલ અહમદ ડારએ આત્મધાતી હુમલો કરતા CRPFના કાફલા પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં CRPFની આખી બસને જ ઉડાવી દેવામાં આવી હતી.

Read Also

Related posts

ચંદ્ર પર ડગ ભરનાર બીજા માનવી વિશે જાણો છો તમે? જાણો કોણ હતા બઝ ઑલ્ડ્રિન

Arohi

પાકિસ્તાન ન જવાની સજા ભારતના મુસ્લિમો ભોગવી રહ્યા છે : આઝમ ખાન

Mayur

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારનો સોમવારે છેલ્લો દિવસ છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!