GSTV
Home » News » આ વાંચીને ગુસ્સો આવશે : શહિદોનો આંક વધીને 49એ પહોંચ્યો, હવે ક્યાં સુધી સહન કરીશું

આ વાંચીને ગુસ્સો આવશે : શહિદોનો આંક વધીને 49એ પહોંચ્યો, હવે ક્યાં સુધી સહન કરીશું

શ્રીનગરમાં થયેલા આતંકી હુમલા બાદ શહીદ થનારા જવાનોના આંકડામાં વધારો થયો છે. પેરામિલિટ્રી ફોર્સે આ પહેલા મૃત્યુંઆંક 37 હોવાની પુષ્ટિ કરી હતી જે બાદ આંકડામાં વધારો થયો છે. સીઆરપીએફના ઓફિશ્યલ તરફથી મળતી માહિતી મુજબ વધુ કેટલાક જવાનો ક્રિટિકલ છે. જેમણે 49 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ કરી છે. સીઆરપીએફના જવાનોએ એ વાતની પુષ્ટિ કરી હતી કે સવારે 4 સૈનિકો હોસ્પિટલમાં ઘાયલ હતા જેમની સ્થિતિ વધારે ગંભીર હતી. જેનો આંકડો વધીને 49 સુધી પહોંચી ચૂક્યો છે.

સીઆરપીએફના અધિકારીએ કહ્યું હતું કે, જ્યારે વિવિધ બટાલિયન્સના 44 સીઆરપીએફના જવાનો એક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે 39 અન્ય લોકો એક બીજી ગાડીમાં પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જે બસમાં વિસ્ફોટ થયો તેમાંથી કોઈ બચ્યું નથી તો અન્ય બસના ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા છે. આંખે દેખેલા લોકોએ કહ્યું છે કે, વિસ્ફોટની તિવ્રતા કંઈક એવી હતી કે 10 કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે, 46 સીઆરપીએફના જવાનોના મૃતદેહને તેમના વતન મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ત્રણ કર્મચારીઓ હજુ પણ ગાયબ હોવાના સમાચાર મળ્યા છે.

કરાચીમાં હુમલાનું ષડયંત્ર ઘડાયું હતું

પાકિસ્તાનના કરાચીમાં ૫ ફેબુ્રઆરીએ એર રેલી યોજાઈ હતી. એ રેલીમાં ભારત વિરૃદ્ધ ઉશ્કેરણીજનક એક્ટિવિટી થઈ હતી અને તેમાં જ આ હુમલાનું ષડયંત્ર ઘડાયું હતું. જૈશ-એ-મોહમ્મદની એ રેલીમાં મસૂદ અઝહરનો નાનોભાઈ અબ્દુલ રઉફ અસગરે આ હુમલા માટે આતંકવાદીઓની ૭ ટીમ રવાના કરવાનો આદેશ કર્યો હતો. આ નાપાક આતંકવાદીના નેતાએ ભારતમાં શ્રેણીબદ્ધ હુમલા કરવાનું પણ કહ્યું હતું.

હુમલો કેવી રીતે થયો?

રોડ ઉપર એક કારમાં વિસ્ફોટક સામગ્રી લગાવવામાં આવી હતી. જવાનોનો કાફલો જેવો નજીકથી પસાર થયો કે તરત જ કારમાં બ્લાસ્ટ થયો હતો. તે પછી કાફલા ઉપર ક્યાંકથી ફાઈરિંગ પણ થયું હતું. આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તાએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ભારતીય સુરક્ષાતંત્રના ડઝન વાહનો ઉડાવી દીધા છે. આ ફિદાઈન પ્રકારનો હુમલો હતો. જે ડ્રાઈવરે આ નાપાક હુમલાને અંજામ આપ્યો હતો એનું નામ આદિલ મોહમ્મદ હતું અને આ આતંકવાદી ૨૦૧૮માં જ જૈૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હતો.

READ ALSO

Related posts

માનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક

Path Shah

6 મહિનામાં પહેલી વખત ક્લીન શેવમાં દેખાયા કપિલ શર્મા, શેર કર્યો નવો લૂ

Path Shah

હિન્દી સિનેમામાં સહાયક અભિનેતાઓના સારા દિવસો, અપારશક્તિ ખુરાનાને મળી આ મોટી ફિલ્મ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!