GSTV
Home » News » ‘PM મોદીને ચૂંટણી પહેલા જૈશએ પુલવામાં હુમલો ગિફ્ટ કર્યો છે’

‘PM મોદીને ચૂંટણી પહેલા જૈશએ પુલવામાં હુમલો ગિફ્ટ કર્યો છે’

ઇન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આરએડબલ્યુ)નાં ભૂતપૂર્વ ચીફ અમરજીત સિંહ દુલાતએ પુલવામા હુમલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આતંકવાદીઓની ભેટ તરીકે વર્ણવ્યું હતું. દુલાતનાં કહેવા અનુસાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ પુલવામા હુમલો ચૂંટણી તરત પહેલા ભાજપને ગિફ્ટમાં આપ્યો છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય હવાઇ દળે કરેલી એર સ્ટ્રાઈક અને અગાઉ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પણ પાકિસ્તાનનાં આતંકવાદી કેમ્પ પર લીધેલા યોગ્ય પગલાં છે.

દુલાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “મને લાગે છે કે મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો છે, મને લાગે છે કે આ જૈશે બીજેપી અથવા મોદીજીને ભેટ રૂપે પુલવામાં એટેક આપ્યો છે. ચૂંટણીને લીધે આવા આક્રમણની શક્યતા હતી અને તે થયું. તેથી પાકિસ્તાનની અંદર ઘુસવુ અને સર્જીકલ સ્ટ્રાઈક કરવી એ બિલકુલ સાચુ હતું. પુલવામા હુમલાને સંબંધિત એક પ્રશ્નનો જવાબ આપતા દુલાતે કહ્યું કે રાષ્ટ્રવાદ એક સમસ્યા નથી પરંતુ તેને આતંકવાદના દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ.

આર્થિક વેપાર સંગઠન 2019નાં કાર્યક્રમ એશિયન-અરબ એવોર્ડ્સમાં પત્રકારો સાથે વાતચીત કરતા આ બધુ કહ્યુ હતું. દુલાતે ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખને સંબોધતા કહ્યું કે “આપણે આપણા પૂર્વગ્રહો છોડી દેવા જોઈએ, નહીં તો આ અતિવાદી અને રાષ્ટ્રવાદ જેમ વધે એમ એનું પરિણામ યુદ્ધ જ હશે.

READ ALSO

Related posts

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah

ડીઆરડીઓએ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળ પરીક્ષણ કર્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!