સુરક્ષા દળોએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પરના હુમલાનો પ્રથમ બદલો લઈ લીધો છે. આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચેના એન્કાઉન્ટરમાં જૈશના બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે આતંકવાદીઓનો મૃતદેહ હજુ ઓળખાયા નથી કે ક્યું શરીર કોનું છે અને બંને આતંકવાદીના જોવાય નહીં એવા હાલ સેનાએ કરી નાખ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડમાં ગાજી રશીદ અને કામરાનનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવ્યું છે કે બીજા આતંકવાદીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે કામરાને આત્મઘાતી બોમ્બર આદિલ અહમદ દારને તાલીમ આપનાર છે.
આ રીતે ચાલ્યું હતું ઓપરેશન
દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે રાતે 12 વાગ્યે ફાયરીંગ શરૂ થયું હતું અને સવાર સુધી આ એન્કાઉન્ટર ચાલ્યું હતું. મેજર સહિત સૈન્યના ચાર સૈનિકો આ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. અને એક ઘાયલ અવસ્થામાં છે.
અહીં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાનું સંભવ છે. એવું કહેવામાં આવ્યું છે કે સૈન્યએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ ટોચના કમાન્ડરો ઘેરીને રાખ્યાં છે, જેઓ આ દિવસે સીઆરપીએફના કાફલા પરના હુમલામાં સામેલ હતા. સલામતી દળોએ આજુબાજુના વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશનને તીવ્ર બનાવ્યું છે.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે રાતે 12 વાગ્યે ફાયરીંગ શરૂ થયું હતું અને સવાર સુધી આ એન્કાઉન્ટર ચાલ્યું હતું. મેજર સહિત સૈન્યના ચાર સૈનિકો આ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. અને એક ઘાયલ અવસ્થામાં છે. ત્યારબાદ સોમવારે લગભગ સાડા અગિયાર વાગે સવારે સમાચાર મળ્યાં કે બે આંતકવાદીઓને આપણા સૈનિકોએ ઠાર કર્યો છે અને આખી બિલ્ડીંગ જ ઉડાવી દીધી છે. તો જો આપણે ગાણીતીક રીતે હિસાબ કરીએ તો રાતનાં 12થી સવારનાં 11 એટલે કે આખી 11 કલાક સૈનિકોએ ઓપરેશન ચલાવ્યું હતું. અને ત્યારે જઈને આ આતંકવાદીઓને મારવામાં સફળ થયાં છીએ.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ