GSTV

પુલિત્ઝર વિજેતા ફોટોજર્નલિસ્ટની અફઘાનિસ્તાનમાં હત્યા, તાલિબાની આતંકવાદીઓએ ગોળી મારી કરી હતી

અફઘાનિસ્તાન

Last Updated on July 17, 2021 by Damini Patel

ભારતીય ફોટોજર્નલિસ્ટ દાનિશ સિદ્દીકી ૨૦૧૦થી રોયટર્સ માટે કાર્યરત હતા. અફઘાનિસ્તાનમાં ન્યૂઝનું કવરેજ કરતા હતા ત્યારે તાલિબાની આતંકવાદીઓએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી. ૪૦ વર્ષના દાનિશ સિદ્દીકીને ૨૦૧૮માં પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું હતું.

દાનિશ સિદ્દીકીએ દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને ૨૦૦૭માં માસ કોમ્યુનિકેશનની ડિગ્રી મેળવી હતી. તે પછી ટીવી કોરસપોન્ડેન્ટ તરીકે કામ શરૃ કર્યું હતું.

ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરતા

૨૦૧૦થી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરતા હતા. રોયટર્સના ફોટોજર્નલિસ્ટ તરીકે દાનિશ સિદ્દીકીએ કેટલાય મહત્વના ન્યૂઝ કવર કર્યા હતા. ૨૦૧૬-૧૭માં ઈરાકમાં જઈને મોસુલની લડાઈનું કવરેજ કર્યું હતું. ૨૦૧૫માં નેપાળના ધરતીકંપની ફોટોગ્રાફી કરી હતી. તે સિવાય રોહિંગ્યા રેફ્યુજી ક્રાઈસીસ, દિલ્હીના કોમી રમખાણો, હોંગકોંગના પ્રદર્શનો વગેરેનું નોંધપાત્ર કામ તેમના નામે બોલતું હતું.

ભારતીય રોયટર્સ પિક્ચર્સ ટીમના વડા તરીકે કાર્યરત

૪૦ વર્ષના દાનિશ સિદ્દીકી ભારતીય રોયટર્સ પિક્ચર્સ ટીમના વડા તરીકે કાર્યરત હતા. બે દિવસ પહેલાં જ અફઘાનિસ્તાનમાં કવરેજ કરવા ગયા હતા. ૨૦૧૮માં રોહિંગ્યા રેફ્યુજી ક્રાઈસીસની ફોટોગ્રાફી માટે તેમને સાથી પત્રકાર અદનાન અબિદી સાથે પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું હતું. ફિચર ફોટોગ્રાફીનું પુલિત્ઝર મેળવનારા દાનિશ સિદ્દીકી પ્રથમ ભારતીય છે. દક્ષિણ એશિયામાં રોયટર્સના તેઓ નોંધપાત્ર ફોટોજર્નલિસ્ટ હતા.

તેમના સાથીઓએ કહ્યું હતું કે દાનિશને ફોટોગ્રાફી અને પત્રકારત્વનું એક અનોખું ઝૂનુન હતું. પડકારજનક સ્થળોએ જઈને ન્યૂઝ ફોટોગ્રાફી કરવાનું તેમને બહુ જ ગમતું હતું. પુલિત્ઝર ઉપરાંત પણ ભારતના ઘણાં પુરસ્કારો તેમને મળ્યા હતા.

Read Also

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!