GSTV
Home » News » પૂજારી મોટે મોટેથી ભજન વગાડતો હતો, ઈમામને ન ગોઠ્યું તો ઢીબી નાખ્યો, થયું મોત

પૂજારી મોટે મોટેથી ભજન વગાડતો હતો, ઈમામને ન ગોઠ્યું તો ઢીબી નાખ્યો, થયું મોત

ધર્મનાં નામે ઝઘડા તો તમે ઘણા જોયા હશે પણ આ ઝઘડો કેઈક અલગ પ્રકારનો જ છે. ઘટના છે આંધ્ર પ્રદેશની. આંધ્ર પ્રદેશમાં એક પૂજારી સાઈ બાબાનાં મંદિરમાં મોટે મોટેથી ભજન વગાડવાનાં મુદાને લઈને બબાલ થઈ તો એક ઈમામે પૂજારીને માર્યો અને તેનું મોત થયું છે. આ પૂજારીના મૃત્યુ પછી બીજેપી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પ્રદર્શન પણ કર્યું.

પોલીસે કહ્યું કે પૂજારી સત્યનારાયણ શર્માને 26 ઓક્ટોબરે સાદિક હુસૈન નામના એક વ્યક્તિએ જોરદાર માર્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવી જ્યાં તેમનું નિધન થયું. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂજારીની મૃત્યુના દોષી સામે સખત પગલાં લેવાની માંગ છે.

પોલીસે કહ્યું કે, ભગવાનના મંદિર પર ભજન વાગતું હતું તે સમયે લાઉડસ્પીકર બંધ કરવા અથવા અવાજ ઘટાડવાનો ઇનકાર કરાયો હતો એટલે સાદિક હુસૈને પૂજારી પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે આરોપીની તે જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ જણાવે છે કે હુસેને પૂજારીને કહ્યું હતું કે તે લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરે, કારણ કે તેનાથી તેની બીમાર માતાને મુશ્કેલી થતી હતી. પૂજારીને પહેલા એક સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી, પરંતુ તે વધુ ગંભીર થતા હૈદરાબાદ સારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 452 અને 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

જ્યારે રશિયાએ ઈનકાર કર્યો તો ISROના વૈજ્ઞાનિકોએ જાતે બનાવ્યું લેન્ડર-રોવર

Mansi Patel

3…2…1 ચંદ્રયાને પ્રક્ષેપણ પહેલા શ્વાસ અદ્ધર કરી દીધા, આવી રીતે ઐતિહાસિક ક્ષણનું ભારત સાક્ષી બન્યું

Mayur

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!