GSTV

વાડી પોલીસ દ્વારા ફરિયાદમાં કાર્યવાહી ન કરતા કલેક્ટર કચેરીમાં પુજારીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

વડોદરામાં પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવાતી હોવાના આક્ષેપ સાથે વાડી ટાવર પાસે આવેલા હનુમાન મંદિરના પુજારીએ કલેક્ટર કચેરી ખાતે ઝેરી દવા ગટગટાવી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પુજારી ઝેરી દવા ગટગટાવે તે પહેલાં રાવપુરા પોલીસે તેઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. હનુમાન મંદીરના પૂજારીનો આક્ષેપ છે કે કેટલાક લોકોના દબાણથી પુત્રને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે વાડી મારૂ ફળિયામાં રહેતા ભરતભાઇ ઇશ્વરભાઇ રાજપુત વાડી ટાવર પાસે આવેલા હનુમાનજી મંદિરમાં પુજારી તરીકે કામ કરે છે.

તેઓએ ગત તા.23-4-019ના રોજ વાડી પોલીસ મથકમાં શૈલેષ નામના વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદ આપવા માટે ગયા હતા. પરંતુ, વાડી પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી. જો કે, તેઓએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યા બાદ તેઓની ફરિયાદ લેવામાં આવી હતી. પરંતુ, વાડી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પુજારી ભરત રાજપુત આજે ઝેરી દવા લઇને કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા. અને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. 

કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવા માટે આવેલા પુજારી ભરતભાઇ રાજપુતે વાડી પોલીસ મથક સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વાડી પોલીસે રાજકીય દબાણથી તેમના પુત્રને ખોટી રીતે કેસમાં ફસાવી દીધો છે. વાડી પોલીસના અધિકારી સામે કાર્યવાહી કરવા મારી માંગણી કરી હતી પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!