GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

રેકોર્ડ લક્ષ્યાંક પ્રાપ્ત કરી સૌરાષ્ટ્રનો રંગેચંગે રણજીની સેમિફાઈનલમાં પ્રવેશ

2018-19ની રણજી ટ્રોફી પોતાના અંતિમ મુકામ સુધી પહોંચી ચુકી છે. આ વખતે સૌરાષ્ટ્ર જીત માટેનું દાવેદાર માનવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સેમિ ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. હાર્વિક દેસાઈના કરિયરની પહેલી સેન્ચુરી અને ચેતેશ્વર પૂજારા સહિત ત્રણ બેટ્સમેનોના અર્ધશતકના કારણે સૌરાષ્ટ્રએ શનિવારે ઉત્તર પ્રદેશને 6 વિકેટે હરાવી નવા રેકોર્ડ સાથે રણજી ટ્રોફીની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.

સૌરાષ્ટ્રએ પહેલી ઈનિંગમાં 177 રનથી પાછળ હતું જે પછી તેણે શાનદાર વાપસી કરી હતી. જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશની ટીમ 194 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હતી. જેના કારણે સૌરાષ્ટ્રને 372ર નનું લક્ષ્ય મળ્યું હતું. જે મેચનાં પાંચમાં દિવસે તેણે મેળવી લીધું હતું. હાર્વિક દેસાઈ (116) અને સ્નેહલ પટેલ (72) રન સાથે પહેલી વિકેટને લઈ 132 રનની પાર્ટનરશીપ સારી શરૂઆત કરી હતી. જે પછી ટીમે સવારે બે વિકેટ સાથે 195 રનથી રમવાનું શરૂઆત કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટમેચમાં જીતનો પાયો સાથે ઈમારત ખડી કરનારા ચેતેશ્વર પૂજારાએ નોટઆઉટ 67 રન બનાવ્યા હતા. આ સાથે શેલ્ડન જેક્સને પણ નોટ આઉટ 73 રન સાથે 136 રનની ઈનિંગ રમી સૌરાષ્ટ્ર માટે જીતના લક્ષ્યને રોકોર્ડ સાથે પાર પાળ્યું હતું. રણજી ટ્રોફિમાં આ પહેલા સૌથી મોટું લક્ષ્ય હાસિલ કરવાનો રેકોર્ડ અસામના નામે હતું. ડિસેમ્બર 2008માં સેના વિરૂદ્ધ દિલ્હીમાં ચાર વિકેટ પર 371 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર હવે સેમિફાઈનલમાં કર્ણાટક સામે ટકરાશે. જ્યારે બીજો સેમિફાઈનલ વિદર્ભ અને કેરળની સામે છે.

વાત સૌરાષ્ટ્રની ઈનિંગની કરવામાં આવે તો દેસાઈએ સારી શરૂઆત કરી હતી. પણ યશ દેઓલ અને કમલેશ મકવાણાના જલ્દી જ આઉટ થઈ ગયા હતા. જે પછી પૂજારા ક્રિઝ પર આવ્યો અને ટીમ જોશથી ભરાઈ ગઈ હતી. દેસાઈએ સેન્ચુરી પૂર્ણ કર્યા પછી સૌરભ કુમારની બોલમાં આઉટ થઈ ગયો હતો. દેસાઈએ 259 બોલ રમ્યા હતા જેમાં તેણે 16 છગ્ગા લગાવ્યા હતા. ઉત્તર પ્રદેશે એ પછી 85મી ઓવરમાં નવી બોલનો ઉપયોગ કર્યો હતો. વાત પૂજારાની કરવામાં આવે તો પૂજારા પહેલી પારીમાં 11 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં અણનમ રહી બેટીંગ કરી હતી. પૂજારાએ 110 બોલ રમી હતી જેમાં તેણે નવ ચોગ્ગા લગાવ્યા હતા.

Read Also

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

રક્ષાબંધનના દિવસે સાબરકાંઠા પોલીસની આ કામગીરી જોઈ લોકો ચોંકી ગયા

Nilesh Jethva

સુશાંત સિંહના પિતાએ આ તારીખે જ મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મારા પુત્રના જીવને છે જોખમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!